SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ મહોપાધ્યાયજીએ કરેલે ઉપકાર (લેખિકા પૂ૦ સાધ્વી શ્રી. મંજુલાશ્રીજી] શ્રી. થોવિજયજી મહારાજ ન આલમમાં શ્રી ઉપાધ્યાયજીની સંજ્ઞાથી અતિપ્રસિદ્ધ છે. આ મહાપુરુષની બાલપણુથી જ કિઈ અજબ બુદ્ધિ હતી કે, તે જાણતાં તબ્ધ બની જવાય. પિતાના જીવનકાળમાં સંસ્કૃત, પ્રાકૃત, હિંદી અને ગુજરાતી આદિ ભાષામાં હજાર પ્રમાણ ગ્રથની રચના કરી, અનેક આત્માઓને પ્રતિબંધ પમાડી, કઢા પરવાદીઓને છતી, આ મહયુ શ્રી જૈન શાસનને ગૌરવશાળી વિજયધ્વજ ફરકાવ્ય છે, જે આજ સુધી સાહિત્યજગતમાં અણુનમ રહેવા પામ્યા છે. તાકિ રિમણિ - શ્રી જૈન શાસનના પરમ પ્રભાવક મહાપુરુમાં (વર્તમાનમાં છેલ્લામાં છેલ્લા ૨૫૦ વર્ષ ઉપર આ એકજ મહાન પરમ પ્રભાવક પુરુષ થયા છે. આ મહાપુરુષ એવા થયા છે કે, જેણે પિતાના જીવનની બિલકુલ ભરવા રાખ્યા વિના સાચા દિલથી જેટલો ઉપકાર કર્યો છે, તેટલે અત્યારે આપણને ઘણો જ લાભદાયક નીવડ્યો છે. આજે પણ તેઓશ્રીનાં અનેક પુસ્તકે ઉપલબ્ધ છે. જે આપણે તેને મેળવવા તન, - મન, અને ધનથી ઉદ્યમ કરીએ, ને તેમના ગ્રંથ વાંચી, લખી, આપણા જીવનની અંદર તેઓશ્રીનાં વચને ઈસુ સની પેઠે ઉતારીએ, ને તેમનાં વચન પર વિશ્વાસ રાખી અનુસરીએ, તે જ આપણે ખરેખર તેઓશ્રીના શિષ્ય છીએ. બાદી તે ખાલી દુનિયા પર જેમ ઘણા માણસો આવ્યા ને વલોક ગયા તેવી જ રીતે આપણે પણ રત્નચિંતામણિ પામ્યા છતાં ગુમાવ્યા જેવું ગણાશે. આથી આપણે એ મહાપુરુષનું જીવન વાંચી, આપણું જીવન તેવું બને તેમ કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. આ મહાપુરુષની પૂર્વવરઘાનું નામ જશવંતકુમાર હતું. જશવંતકુમારનો જન્મ કન્ફયા નામના ગામમાં થયેલ હતું. એ કડા ગામ ગૃજર દેશના અલંકાર તુલ્ય અણહિલપુર પાટલુની નજીક કુબેર ગામ પાસે આવેલું છે. જશવંતકુમારના પિતાનું નામ નારાયણભાઈ હતું, અને માતાનું નામ સાભાગદે હતું. જાતે તેઓ હીન વણિક હતા. શ્રી ન શાસનથી સુસંસ્કારિત માતાપિતાના સ્થળે શ્રી. જશવંતકુમારને બાલ્ય વળમાં જ રથની પ્રાપ્તિ થઈ હતી. આ બાળકની માતાને પણ જનધર્મ પર એવી અઠગ શ્રદ્ધા હતી કે, તેની કલપના પણ ન કરી શકાય. તેની માતાને એવો નિયમ હતું કે, “ ભાતામર સ્તોત્ર* સાંભળ્યા વિના અન્નપાણી પણ ગ્રહણ ન કરવું.
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy