________________
એક વખત શ્રાવણ માસને દિવસ હતે. આકાશમાં કાળા ભમ્મર વાદળાં સપાટાબંધ દેડી રહ્યાં હતાં. ઉકળાટ પણ ઘણું જ હતું. વરસાદ જરૂર આવ જ જોઈએ, એવી આગાહી થઈ રહી હતી. એવામાં જ ભયંકર ગર્જનાઓ થવા લાગી. કાન ફાડી નાખે તેવા ગહહ ગહઠ અવાજે થવા લાગ્યા, જાણે હમણાં જ આકાશ તૂટી પડશે. ઠંડા પવનના સુસવાટા થવા લાગ્યા અને વીજળી ચમક ચમક ચમકવા લાગી. આકાશમાં ઘનઘોર વાદળ છવાઈ જતાં બધે ઠેકાણે ધોળે દિવસે અંધકાર વ્યાપી ગયો અને ઘડી બે ઘડીમાં તે એક કારમાં કડાકાની સાથે ધોધમાર વરસાદ તૂટી પડયો. ચારે બાજુએ જળબંબાકાર થઈ રહ્યું. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ત્રણ દિવસ થયા, પણ વરસાદ બંધ રહ્યો નહિ, બંધ વહે તેવાં ચિહ્નો પણ જણાયાં નહિ, તે વખતે જશવંતકુમાર અમદાવાદમાં રહેતા હતા. તેમની ઉંમર ફક્ત સાત વર્ષની હતી. વરસાદ ત્રણ દિવસ સુધી લાગલાગેટ એકધારે ચાલુ રહેવાથી તેમની માતા પરમ પવિત્ર તેત્ર સાંભળ્યા વિના ભૂખ્યા, તરસ્યાં ઘરની અંદર બેસી રહ્યાં. ચેથા દિવસે જશવંતકુમારે વિનયપૂર્વક પિતાનાં માતુશ્રીને નમસ્કાર કરીને પૂછ્યું કે, “હે માતા! ત્રણ દિવસ થયા શા માટે ભોજન લેતાં નથી? શા માટે ભૂખ્યા સૂઈ રહે છે? તમને શું દુઃખ છે તે તે કહે.” પુત્રનાં આવાં વહાલભર્યા વચને સાભળી માતાને એકદમ ઉમળકે આવ્યો. તેમણે એ લાડકવાયા પુત્રને હર્ષભેર છાતીસરસા ચાંપો, ને કહેવા લાગ્યા કે, “હે પુત્ર! મારે એક એ ગભીર અભિગ્રહ છે કે “ભક્તામર તેત્રનું શ્રવણ ન કરું ત્યાં સુધી જોજન કરવું નહીં. ત્રણ દિવસથી વરસાદ બંધ રહો નહિ અને મારી તબિયત પણ નરમ હોવાથી હું ગુરુજી પાસે જઈ શકી નથી, અને એ જ કારણે ભોજન લેતી નથી.”
પુત્રે કહ્યું: “ , એમાં શું! તમે મને ત્રણ દિવસથી કેમ કહેતા નથી? તમારે તેત્ર જ સાંભળવાની ઈચ્છા હોય તે હું સંભળાવી દઉં.”
પુત્રનાં આવાં કાલાં વચન સાંભળી, માતા આશ્ચર્ય પામી છેલ્યાં કે, “હે બેટા. ગપાટા હાંકતાં તે ઠીક આવડે છે. હજી તે ભાઇને એકડો ઘૂંટતાં આવડતું નથી ને કહે છે કે, હું “ભક્તામર સ્તોત્ર સંભળાવું. વાહ જશાભાઈ! વાહ, દીકરે મારે બહુ જ હોંશિયાર લાગે છે.” એમ તેની માતાએ જસવંતકુમારની હાંસી કરી. પુત્ર વિનયપૂર્વક નમ્રતાથી બોલ્યા કે, “હે માતાજી! હું તદ્દન સાચું કહું છું. મને તેત્ર જરૂર આવડે છે. તમે આજ્ઞા આપે તે હું બોલું, સાંભળે!” એમ કહી પુત્ર મધુર કઠે નેત્ર બોલવા લાઃ “ભક્તામરપ્રણતમલિમણિપ્રભાણાં” આ પ્રમાણે પોતાના બેટાને બેલતે જોઇ માતાને એકાએક આ અદ્ભુત બનાવ માટે આશ્ચર્ય થવા લાગ્યું અને મનમાં તરંગ આવવા લાગ્યા કે, હજી “ જો ” નિશાળમાં ભણવા જતા નથી ત્યારે આટલું બધ શીખે કયાંથી ? આટલો નાનો ચુકામળ બાળક “ભક્તામર” જેનું મહાન સ્તાવ કડકડાટ સુખેથી બેલી જાય, એ ખરેખર મહાન વિરમય પામવા જેવું છે. મનમાં આનંદ પામતી માતા પિતાના પુત્રને કહેવા લાગી કે, “વહાલા બેટા! તને આ તંત્ર આવડ્યું કયાથી