________________
પ્રખર સ્યાદ્વાદી ઉપાધ્યાયજી
શ્રી. યશોવિજયજી મહારાજ [લેખક–પૂમુનિવર શ્રીમાન વિક્રમવિજયજી]
. ન્યાયવિશારદ ન્યાયાચાર્ય શ્રી. યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજા જૈન શાસનની એક અમૂલ્ય વિભૂતિ હતા. તેઓશ્રીએ વિક્રમ સંવત્ ૧૬૮૮ માં બાલ્યાવસ્થામાં જ દીક્ષા ધારણ કરી હતી અને પિતાની અપ્રતિમ ધારણાશક્તિને પૂર્વપરિચય પિતાની માતાને બાલ્યાવસ્થામાં જ આપી દીધું હતું. તેઓશ્રીનું ચારિત્ર-પ્રભુકથિત શુદ્ધ અનુષ્ઠાન-ઘણું જ ઉચ્ચ કેટિનું હતું. તેઓશ્રી બ્રહ્મનિષ્ઠ, અડગ મહાગી હતા, એટલે કે તેઓશ્રી પંચમહાવ્રતના પાલનમાં અબ તત્પર રહેતા હતા. તેઓ કેવળ એકદષ્ટિવાળા ન હતા. તેઓશ્રીમાં જે જ્ઞાનને પક્ષપાત હતું, તે જ ક્રિયાને પણ હતા. તેઓશ્રી કેટલાક ઈતર વિદ્વાનોની જેમ માત્ર કેરા જ્ઞાનના જ ઉપાસક નહતા પણ ઉભયને સમાનપણે ન્યાય આપનારા હતા. તેઓશ્રી પ્રભુની આજ્ઞાને જ આવકારનારા હતા અને પ્રભુની આજ્ઞાને સંદેશ પાઠવતાં ગમે તેવાં વિદને આવે છતાં ગભરાતા નહિ. આ જ વાત તેઓશ્રીએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં ઉચ્ચારી હતી ?
જ મિથ્યા મત હૈ બહુ જન જગમેં, ૫દ ન ધરત ધરણું;
ઉનકા હમ તુજ ભક્તિ પ્રભાવે, ભય નહીં એક કણી. ” આમ કહીને એમણે પિતાના હૈયામાં પ્રભુ પ્રત્યે રહેલી ભક્તિ વ્યક્ત કરી, એટલું જ નહિ પણ સાથે સાથે પ્રભુની આજ્ઞા પિતાની નસેનસમાં વ્યાપ્ત હતી તેને પણ પ્રભુ પાસે
૧. પ્રસંગ એવો બન્યું હતું કે, તેમનાં માતુશ્રાને હમેશાં નવસ્મરણ સાંભળવાનો નિયમ હતો, તેથી શ્રવણ કર્યા પછી જ પચ્ચફખાણ પાળતાં હતાં. એક દિવસ બનાવ એ બન્યું કે, પિતાના ગામથી પૂ. ગુરુદેવના ઉપાશ્રયે જતાં વચમાં નદી આવતી હતી. તે નદીમાં ચાતુમસના કારણે પાણી પુષ્કળ ભરાઈ ગયું હતું, જેથી તેમનાં માતુશ્રી ત્યાં જઈ શક્યાં નહિ અને નવસ્મરણનું શ્રવણ કરી શકાય નહિ. આથી માતૃભક્ત બાલવયસ્ક આપણા પૂ. ઉપાધ્યાયજી મહારાજે જનનીને પૂછ્યું: “તું આજે પચ્ચકખાણ કેમ પાળતી નથી ?" માતાએ કહ્યું: “મારે નિયમ છે કે, નવમરણ સાંભળ્યા પછી જ પચ્ચકખાણું પાળવું.” જશવંતકુમારે કહ્યું, “હે માતુશ્રી ! ચાલો, હું આપને નવસ્મરણ સંભળાવું.” એમ કહી નવમરણ સંભળાવી દીધાં. આશ્ચર્યચકિત થઈ માતાએ પૂછ્યું: “તને કયાંથી આવડે?” ત્યારે જશવંતકુમારે કહ્યું “હે માતુશ્રી આપની સાથે હમેશાં હું ઉપાશ્રયે આવે તો તે વખતે સાંભળતાં સાંભળતાં મને યાદ રહી ગયાં.” આવું સાંભળી ગમે તેવા માનવી એમ કહેવાને તત્પર થઈ જાય કે ધન્ય છે એમની ધારણાશકિતના