________________
૪૯
પૂ. ઉપાધ્યાયજી મહારાજનાં શાસ્ત્રરત્નામાં ઝળકતાં રહસ્યા અને વિશિષ્ટ પદાર્થીનુ શું વર્ણન કરી શકાય ? આ તા સામાન્ય જીવા સમજે એવા છૂટક નમૂના છે. માકી તા દનના અને સૂક્ષ્મ તત્ત્વના અભ્યાસવાળાને સમજાય તેવાં તે કેટલાંયે રહસ્ય છે પણ એટલું "તુ" કે એ રહસ્યા અને વિશેષતાઓ સાથેની એમની શાસ્રકૃતિમાં કહેલાં તત્ત્વા અને પદાર્થોનું શ્રવણ, ખેાધ, સીમાંસા અને અનુભવન એ માનવજીવનને અજવાળી દે એવાં છે. આ માટે શ્રવણાદિ દરેકના ખૂબ જ અભ્યાસ જોઇએ. વારવાર શ્રવણુ, વાચન, અને ગ્રહણ તેમ જ વાર વાર પરિશીલન અને અનુભવન—આત્મભાવન જોઈએ, અર્થાત્ એનાથી આત્માની સહજ મતિને ભાવિત કરી દેવી જરૂરી છે. જીવન ટૂંકું છે, અને એકલા ઉપાધ્યાયજી મહારાજના જ ગ્રન્થાના અભ્યાસ દીર્ઘકાળ ચાલે એવા છે. તેમ જ વ્યાપક આધ અને પ્રેરણા આપી જીવનને સફલ કરે એમ છે. એ વખતે જો એ રહસ્યા અને વિશેષતાઓ સાથેના એ પદાર્થાંનું આત્મભાવન મૂકી કેવળ સાહિત્યિક દૃષ્ટિ, ઐતિહાસિક દૃષ્ટિ, સમન્વય સૃષ્ટિ, તુલનાત્મક દૃષ્ટિ ઇત્યાદિના વિષય પ્રતિભાસરૂપ જ્ઞાનમાં જ પડી જવાય તે। માનવ– જીવનનું અણુમાલ કબ્ય જે વિષયપરિણતિ અને સંવેદન જ્ઞાન, તે એમ જ અણુસાધ્યુ રહી જાય.
શ્રદ્ધાવાદને વિકસિત કરવાની જરૂર—
તત્ત્વનું પ્રતિભાસજ્ઞાન ગમે તેવું થાય, પણ જો પરિણતિજ્ઞાન અને તત્ત્વસ વૈદન જ્ઞાન ન થાય તેા તેની કશી જ કિંમત નથી. પરિણતિજ્ઞાન લાવવા માટે હૃદયનું વલણ તે તે તત્ત્વના રૂપને અનુરૂપ બનાવવું આવશ્યક રહે છે. દા. ત. આસ્રવ તત્ત્વનું જ્ઞાન થયુ. આસવનું સ્વરૂપ ધ્યેય છે; તેા હૃદયનું વલણ હેયતાને અનુરૂપ જોઇએ. અર્થાત્ આસ્રવ પ્રત્યે અનાસ્થા—અરુચિ અને તિરસ્કારભર્યું વલણ જોઈ એ. આસ્રવથી આત્માને ભય લાગવા જોઈએ. જ્યાં આસવની વાત આવે ત્યાં અકતન્યતા ભાસે, તિરસ્કાર આવે. આવા વલણુવાળું આસ્રવનું જ્ઞાન એ પણિતિજ્ઞાન છે. પછી તત્ત્વસંવેદનના જ્ઞાનની પ્રવૃત્તિમાં ઊતરવાની વાત આવે. અર્થાત્ આસ્રવ પ્રત્યે ભય, તિરસ્કારનું વલણ થયું ખરું, પરંતુ આસવના ત્યાગ નહેાના થઈ શક્યો, આત્મા એનાથી તદ્દન અનાસક્ત અને અલિપ્ત નહેાતા બની શકશો. જ્યારે તત્ત્વસવેદનમાં તે આસ્રવ પ્રત્યે સહજ અનાસક્ત બન્યા, એનાથી અલિપ્ત થયે, અર્થાત્ હવે અત્તરથી પણ આસવમાં પ્રવૃત્તિ નહિં, પરંતુ સર્વથા વિરતિભાવ થાય. આ વસ્તુ જીવનમાં ખૂબ જ જરૂરી છે. તે માનવજીવનમાં જ શકય છે. તેના વિના દેશ પ્રતિભાસ જ્ઞાનથી તા કાંઈ આત્મહિત સીઝતું નથી. એમ તે અભવ્ય પણ નવ પૂર્વ સુધીના પ્રતિભાસ.જ્ઞાન સુધી પહેાંચી જાય છે. ચે, એણે સાહિત્ય કેટલું બધુ ખેડયું! પણ તેવા પ્રતિભાસજ્ઞાનમાત્રથી શું ? પરિણતિ અને સ ંવેદનના લક્ષ વિનાની ઐતિસિક દૃષ્ટિની લાજગતે તે કાળના રીતરિવાજ અને ભાષાના સચૈાધન, ઇતરી સાથે કેટલીક વસ્તુના સમન્વય એ બધી દૃષ્ટિએ હૃદયમાં નક્કર સંવેગજનક એધ નથી આપતી. પછી સસારથી અલગ
G