________________
જટિલ પ્રશ્નોના કરેલા ઉકેલ
- તર્કશાસ્ત્રના અધ્યયનથી સૂફમતમ થયેલી બુદ્ધિને ઉપયોગ તેમણે માત્ર દાર્શનિક વિષયમાં નહિ પણું લગભગ દરેક વિષયમાં કરે છે. તેથી જ્યારે તેઓ આગમિક વિષય ઉપર લખવા બેસે છે ત્યારે પણ તેમની પ્રતિભા અલૌકિક સ્વરૂપમાં ઝળકી ઉઠે છે. જેને પરિણામે સેંકડો વર્ષોથી નહીં ઉકેલાયેલા અનેક જટિલ પ્રશ્નોના ઉકેલ અને સમાધાન તેમણે કર્યા છે. બધું આગમિક સાહિત્ય તેમને જિલ્લા જ રમતું હતું. તેમણે કરેલી ચર્ચાઓ એટલી બધી તલસ્પર્શી અને યુક્તિ તથા ઉપપત્તિથી પરિપૂર્ણ છે કે વાંચનારનાં વર્ષે જાના જમે અને સંશયે ક્ષણવારમાં દૂર થઈ જાય છે. જેનાથકી ઉપર સૌથી મોટી ટિકા રચીને તે વિષયમાં પણ પિતાની પારગામિતા તેમણે સિદ્ધ કરી આપી છે. ' જેવા જ્ઞાની તેવા જ ક્રિયાવાદી
આ મહાપુરુષની બીજી પણ એક વિશિષ્ટતા એ છે કે જગતમાં વિદ્વાન ગણાતા કેટલાક, શુષ્કાંડિત્યના ઉપાસક શ્રદ્ધા તથા આચરણથી શુન્ય હોય છે. પરંતુ આ મહાપુરુષ સમર્થ વિદ્વાન હોવા છતાં પણ મહાન આત્મજ્ઞાની હતા. દર્શન, જ્ઞાન તથા ચારિત્ર બધાને તેઓ ઘણું મહત્વ આપતા હતા. સમ્યગ્દર્શન મુક્તિને પાર્યો હોવાથી તેના ઉપર તેઓ ઘણો જ ભાર મૂકતા હતા. આથી જ તેમના ગુજરાતી આદિ ભાષામાં રચેલાં
સ્તવને સ્તુતિ–લઝાયકાસાઓ વગેરેમાં ભક્તિરસ તથા વૈરાગ્યરસ છલછલ ભરેલા દેખાય છે. પગમાગના આવા વિવેચક
અધ્યાત્મદશામાં તેઓ કેટલા બધા નિમગ્ન હતા, રક્ષે તેમણે તે વિષયના અનેક ગ્રંથે રહ્યા છે, તે ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજે વર્ણવેલા ચેગ માર્ગને તેઓ આદ્ય વિવેચક છે. મૂર્તિપૂજા ઉપર રગ
‘ઉપરાંત, પ્રતિમાશતક તથા સીમંધરસ્વામીને વિનતિરૂપ સ્તવનેથી મૂર્તિપૂજા ઉપર તેમને કે દઢ રંગ હતું, એ પણ જણાઈ આવે છે. નયચક જેવા મહાગ્રથને કરેલ ઉદ્ધાર
ઉપાધ્યાયજી મહારાજની જ્ઞાનભક્તિ કેટલી અપૂર્વ હતી તેના ઉદાહરણરૂપ થવાની તેમણે કેવી રીતે રક્ષા કરી એ હકીક્ત જાણવા જેવી છે. તે પહેલાં નયચક્રને થોડા પરિચય કરી લઈએ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે “અનુભBલિ = કહી જેમને શ્રેષ્ઠ તાર્કિક તરીકે વર્ણવ્યા છે અને જે સંભવતઃ વિક્રમની પાંચમી શતાબ્દીમાં થયેલા છે તે આચાર્ય ભગવાન શ્રી મહલવાદિ ક્ષમાશમણે જય નામના મહાન તક ગ્રંથની રચના કરી હતી. રથના ચક્રમાં જેમ બાર આરા હોય છે અને તે આરાઓ ચકની નાભિમાં રહેલા હોય છે તે પ્રમાણે આ ગ્રંથમાં પણ અા સંસાવાળાં ૧૨ પ્રકરણ છે, આ બાર