SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ અને તેમની શાસનસેવા લેખકઃ-પરમપૂજ્ય મુનિવર શ્રી જબ્યુવિજ્યજી મહારાજ] ઉપાધ્યાય એટલે કૃત્રિકાપણ -: ; નશાસનરૂપી મહાસાગરમાં જે અત્યંત તેજસ્વી નરરત્ન પ્રગટ થયાં નિઝ છે તેમાં પૂજ્યપાદ વાચકવર્ય ભગવાન. શ્રી યશોવિજયજી મહારાજનું પર છે B સ્થાન ઘણા ઉંચા દરજજામાં આવે છે. જો કે જગતે આજ સુધી " છે ઘણા. સમર્થ વિદ્વાને જોયા છે, પરંતુ ઉપાધ્યાયજી જેવા મહાપુરુષ Iિ/ A , તે તેમાંથી વિરલ જ મળી આવશે. કોઈ વિદ્વાનનું સાહિત્ય : ડર વિદ્વાનને જ અધિકાશે ઉપયોગી હોય છે, જ્યારે કેઈનું સાહિત્ય સામાન્ય જનતાને જ અધિકાશે ઉપયોગી હોય છે. પરંતુ આ મહાપુરુષની વિશિષ્ટતા એ છે કે તેમનું સાહિત્ય સર્વવિષયવ્યાપક અને સર્વજનેપાગી છે. તેમનું જ્ઞાન સર્વ વિષમાં અગાધ હતું અને તેમણે એટલા બધા વિષયે ઉપર સાહિત્યસર્જન કર્યું છે કે તેમના સમકાલીન વિદ્વાને પણ તેમને “શ્રુતકેવલીની ઉપમા આપતા હતા. તેમ જ તેમને રાજા એટલે દાઢીમૂછવાળી સરસ્વતીદેવીરૂપે વર્ણવતા હતા. તેમણે કયા કયાં વિષ ઉપર લખ્યું છે એ કહેવા કરતાં કયા કયા વિષય ઉપર નથી લખ્યું એ કહેવું વધારે ઉચિત ગણાય તેમને ભૂતકાળના કુત્રિકાપણની ઉપમા આપી શકાય. જેમ દેવાધિષ્ઠિત કુત્રિકાપણુમાં વસ્તુ માગવામાં આવે તે બધી વસ્તુ મળી શકે તેમ આ મહાપુરુષના સર્જનમાંથી પણ આપણને દરેક પ્રકારનું સાહિત્ય મળી શકે છે. જેમકે સંસ્કૃત-પ્રાકૃત ભાષાના પ્રાચીન ગ્રંથ ઉપર ટીકાઓ, અષ્ટક વગેરે સ્વતંત્ર પ્રકરણ છે, અનેકાંત અને નય વિષયના અનેક ન્યાયગ્રંથ, ગુજરાતી તથા હિંદી ભાષામાં સ્તવને, સન્ના, રાસાઓ વગેરે વગેરે ઘણું સાહિત્ય તેમણે રચ્યું છે, કે જે ખાસ વિશિષ્ટ પ્રકાશ પાડનારૂં અર્થગંભીર અને વિદ્વત્તાપૂર્ણ છે, અને જેને વાંચતાં જ્ઞાન પ્રેમી કોઈપણ વિદ્વાનનું મસ્તક નમ્યા સિવાય રહે નહિ. દાર્શનિક વિષયના પારણા દાર્શનિક વિષયના તે તેઓ પારદ્રષ્ટા જ હતા. તેથી તે વિષય ઉપર જ્યારે તેઓ
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy