________________
y, ઉપાધ્યાયજી મહરાજ ગુજરધરિત્રીનાં અણમોલ નરરત્ન હતાં, ગૂજર ભૂમિનાં મહાન સંતાન હતાં,
અમદાવાદ તથા પાટણ-ગુજરાતના તાબે પ્રાચીન ઐતિહાસિક મહાન શહેરેની વચ્ચે હાલના કલોલ ગામની નજીક કનડુ ગામમાં વિક્રમના સત્તરમા સૈકાના ઉત્તરાર્ધમાં તાશ્રીને જન્મ થયો.
જેનશાસનના સંઘર્ષણ કાલમાં આવા પુણ્યપુરુષનો જન્મ, શાસનના ભાવિ માટે યાવત સંસાર સમસ્તના ભાવિ માટે ઉજવળ આશારૂપ ગણાય.
બાળક ચશવંતને માતાના સંસ્કારોના પ્રભાવે હાની વયથી જ ધર્મ પ્રત્યે રૂચિ છે. પૂર્વકાલીન પશમના કારણે તેની બુદ્ધિ, પ્રતિભા તથા સંસ્કારિતા કેઈ અદભુત છે, પિતા નારણ અને માતા સોભાગ્યદેવીના અને પુત્રો યશવંત તથા પદમશી, રામ-લક્ષમકણની જેડીની જેમ પરસ્પરના સનેહથી સંકળાયેલા હતા. જગદગુરુ શ્રી વિજય હીરસૂરીશ્વરજીના પ્રશિષ્ય પંડિત શ્રી નયવિજય મહરાજને સુયોગ આ બન્ને બાલકને થાય છે. સાધુઓનાં જીવનની નિર્મળતા, ઉત્તમતા તથા આત્મકલ્યાણ પરાયણતા ઈસ્લમ અને ભાઈઓ તે પ્રત્યે આકર્ષાયા, માતા પિતાની સમ્મતિ મળતાં તેઓ પાટણ શહેરમાં આ. શ્રી વિજયદેવસૂરીશ્વરના વરદ હસ્તે વિ. સં. ૧૯૮૮માં ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે.
બાળક જશવંતની વય આ અવસરે લગભગ ૧૩ વર્ષની હેવી સંભવિત છે. લઘુ બંધુ પદમશી-યવસિંહની વય કદાચ ૧૦-૧૧ની ગણી શકાય. જો કે તેની દીક્ષા અવસ્થાની વયને રોકકસ ઉલેખે હજુ સુધી મને નથી પણ એટલું તે કહેવું શક્ય છે કે, તેઓએ બાલ્યકાલમાં દીક્ષા ગ્રહણ કરેલી છે.
જગદ્દગુરુ આ. શ્રી. વિજયહીરસૂરિજીના પટ્ટપ્રભાવક આ. શ્રી વિજયસેનસૂરિજી હતા. તેઓનાં સ્વર્ગારોહણ બાદ આ. શ્રી વિજય દેવસૂરિજી શ્રી હીરસૂરિ મહારાજની પાટપર આવ્યા હતા. મુનિશ્રી યશોવિજ્યજીના દીક્ષા કાલે સમગ્ર તપાગચ્છમાં બે મોટા ભાગલા પડી ગયેલા હતા. તે કાલે આ. શ્રી. દેવસૂરિજીના નેતૃત્વમાં એક શ્રમણવર્ગ હતા. અન્યથમણવર્ગ આ. શ્રી વિજય આનંદસૂરિજીના નેતૃત્વમાં હતું. આ. શ્રી વિજયસેનસૂરિજીના વિદ્યમાનકાલમાં આ મતભેદ ધુંધવાતે હતે.
સાધુ યશોવિજ્યજી સમર્થ શક્તિશાળી તથા તેજસ્વી બુદ્ધિનિધાન હતા. પિતાના ગુરુવચ્ચે શ્રી નવિજ્યજીની સાથે કાશીદેશમાં દર્શનશાસ્ત્રના અભ્યાસ માટે તેઓ પધારે છે. ન્યાય, વેદાંત, મીમાંસક તેમજ સાંખ્યદર્શનના સિદ્ધાંતોને તેઓ ખૂબ જ પરિશ્રમ પૂર્વક અભ્યાસ કરે છે. પ્રાચીન ન્યાય તથા નવ્ય ન્યાયના ગ્રથનું પરિશીલન, મનન, નિદિધ્યાસન કરતાં કરતાં શ્રી યશોવિજ્યજી, ન્યાયદર્શનનાં રહસ્યને પ્રાપ્ત કરે છે. કાશી-બનારસની સ્થિરતા દરમ્યાન તેઓ પ્રખર વિદ્વત્તા મેળવે છે.
* *'"