________________
૫૩
“ એ કે સમકાલીન સમાજનુ નિરૂપણુ કરવાના ગ્રન્થકારના હેતુ નથી જ. જે પુરાણા કાળની કથા કહે છે, તેનું હૂબહૂ ચિત્ર દોરવાનું આમાં અભિપ્રેત છે. કેમકે પરાપૂર્વથી ચાલી આવતી પ્રણાલિકાઓની પણ વિગત આપતાં આ ગ્રન્થમાંથી સામાજિક સ્થિતિ વિષે જે ક્રાંઈ જાણી શકાય તે બધું ગ્રન્થકારના સમયને જ લાગુ પડે છે, તેમ માનવું ઉચિત નથી. અલબત્ત જે વિગતે ગ્રંથકારે નોંધી છે, તે પરાપૂર્વથી ચાલી આવતી તેમના સમય સુધીમાં કેટલી વિકાસ પામી ચૂકી હતી એને સ્પષ્ટ ખ્યાલ આવી શકશે ખરા.
·
છતાં પાતાના સમયથી તદ્દન જુદા સમયના સમાજનું ચિત્ર દેતાં દરેક રચયિતા ઉપર કાલના પ્રવાહના પ્રામણ્યના પ્રભાવ પડ્યા સિવાય રહેતા નથી; અને તેથી છિદ્રોવાળા ઘડામાં મૂકેલા દીપકના પ્રકાશનાં કિરણ જેમ છિદ્રોમાંથી પ્રક્રિયાં કરે, તેમ આ મહદ રચનામાંથી ઉપમાઓ, ઉત્પ્રેક્ષાઓ વગેરેના ચમત્કારને જોરે સમકાલીન સમાજના ચિત્રની જે રેખાએ ઊપસી આવે છે તેનું નિરૂપણ કરવાનું આ એક દુઃસાહસ છે.
પરાપૂર્વથી ચાલી આવતી નવ્યવસ્થા તે સમયે પણ હતી. બ્રાહ્મણ સહુથી ઊંચા ગણાતા (૩૧૩) ક્ષત્રિય રક્ષક રાજા હતા. વૈશ્યા વાણિજ્ય દ્વારા પુષ્કળ ધન પ્રાપ્ત કરતા. (૩૬) . અને શુદ્દો સેવક હતા. ધનસાવાહનું ચન્તિ તત્કાલીન વાણિજ્યરીતિના સુન્દર ખ્યાલ આપે છે.
વાહનવ્યવહારની આજના જેવી સરળતા તે જમાનામાં ન હાવાથી વસ્તુઓના ખરીદ્ધ -વેચાણુ અથે પગરસ્તે જ જવું પડતું. આ માટે જનાર શ્રેષ્ઠી દાંડી પિટાવી સાદ પડાવતા કે જેને સાથે જવું હોય તે તૈયાર થઈ જાય ( ૪૫–૬). આમ એક વિશાળ સંધ–સમુદાયમાં બધા નીકળતા, કુલશ્ત્રીએ પ્રસ્થાનસમયે મગનવિધિ કરતી (૪૯). ઘેાડેસવાર આરક્ષકાના રક્ષણને લીધે ચાર-લૂંટારા તથા હિંસક પ્રાણીએ આ જંગી સમૃદ્ધ કાલાથી દૂર જ રહેતાં. (૪૮,૬૫,૭૬). મોટાં માર્યાં શા ઉપરાંત ઘેાડા, ખચ્ચર, ઊંટ, મેટા આખલા, મહિષા અને ગભા જેવા ભારવાહક પ્રાણીઓને પણ આવા પ્રસગાએ છૂટથી ઉપયોગ થતા (૪૧, ૬૩, ૬૭) બળદને ગળે ઘંટડીએ માંધવામાં આવતી (૭૩) અને કાઈક વખત તા વધારે પડતા ભારને લીધે ખળાં જેવાં પ્રાણીઓ લથડી પણ પડતાં ( ૫૯૦) અને પડખે લટકતી શુાથી, દોડતા વેસર ( એટલે ખચ્ચર ) પાંખાવાળા લાગતા (૬૮).
આવી લાંબી સફ્રામાં પણ સર્વ પ્રકારની આનન્દ–પ્રમાદની સામગ્રી સાથે જ રહેતી, અને પરિણામે ગાઢાં તે જાણે ચાલતાં ઘર બની જતાં ~~~
66
यूनामन्तर्निविष्टानां तत्रक्रीडानिवन्धनम् ।
માનીવ વૈમાનિ, રાજ્યાનિ ચાલિરે ” (૬૯)
ઘણી લાંખી મુસાફરી હાવાથી જુદી જુદી ઋતુઓના સામના લેાકેાને કરવા પડતા. જ્યારે વરસાદ ખૂબ પડવા લાગતા ત્યારે જંગલમાં જ પડાવ નાખવા પડતા (૧૦૦). આામ