________________
અંતરાયકર્મ આ ત્રણેની વિકૃતિનું કારણ બને છે. તેથી મનના તમામ ભાવાને મેં બરાબર સમજીને ઉપર કહેલા છે. એ બાદા તેમજ આંતર હતુદ્વારા પ્રયત્ન પૂર્વક મન વશ કરવા આત્માથી પુરુષે પ્રયત્ન કરી જોઈએ. , ઉપરના કથનમાં ઉ. શ્રીમેઘવિજયજીએ જ્ઞાનવરણીય આદિ કર્મ અને વાત-પિત્ત-કફ વગેરે દે એ બે વચ્ચે જે જાતને સંબંધ બતાવ્યો છે તે એક અશ્રુતપુર્વ છે છતાં ગંભીર રીતે વિચારતાં એમનું એ કથન કેઈ પણ અનુભવી જ્ઞાની, આત્માથીની સેટીમાંથી પાર થઈ શકે તેવું છે. તેમની લખેલી આ હકીકતથી સ્પષ્ટ જણાય છે કે આધ્યાત્મિક શુદ્ધિ પ્રાપ્ત કરનાર જિજ્ઞાસુએ દેહને શવત્ ન સમજતાં તેના આરોગ્યની, સંયમની આરાધનામાં ‘ઉપગિતા થાય તેવી રીતે સાવધાની પૂર્વક દરકાર લેવી જોઈએ. વાત-પિત્ત-કફથી પરસ્પરની વિષમતા ટાળવી જરૂરી છે, અને એમ કરવા માટે આહારશુદ્ધિ પર વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. તેમના કહેવાનું તાત્પર્ય એમ લાગે છે કે આત્માની સ્વસ્થતા મનના આરોગ્ય પર રહેલી છે અને તે આગ્ય દેહના આરોગ્યને અવલંબીને રહેલું છે. આઠમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં શૌચ વિશે જણાવતાં તેઓ કહે છે કે
"शौचं च द्रव्यभावाभ्यां यथार्हता स्मृतम् ।।
अस्वाध्यायं निगदता दशधौदारिकोद्भवम्” ॥१९॥ અહત ભગવાને દશ પ્રકારના અસ્વધ્યાયને બતાવે છે એથી એ ભગવાને દ્રવ્યશૌચ અને ભાવશૌચ બનેને સ્વીકારેલા છે. એટલે દ્રવ્યશૌચ અને ભાવશૌચ એ બન્નેનું સાપેક્ષપણે જૈન શાસનમાં જરા ઓછું મૂલ્ય નથી. દ્રવ્યશૌચ એટલે પાણ, માટી આદિ દ્વારા બાહા શુદ્ધિ અને ભાવશૌચ એટલે ધ્યાન-વિચારણા દ્વારા અંતરશુદ્ધિ.
બ્રહ્મકાંડના પંદરમા અધ્યાયના પંદરમા શ્વકમાં ઉપાધ્યાયજી કહે છે કે– * * . “ રૈના અતિ દૂચવે પ્રપત્ર જારી તો
धर्मोऽधर्मोऽस्तिकायो वा तथैक्यं ब्रह्मणे मतम् " ॥१५॥ સાપેક્ષપણે વિચારતાં જૈન સમ્મત દ્રવ્યવાદ અને વેદાન્ત સન્મત બ્રહ્મવાદ અને એક સરખા છે. આમ કહીને તેઓ વેદાન્ત અને જૈન દર્શનને પરસ્પર સંમનવય કરે છે. તેઓ એકબીજાના ખંડનમંડન વિવાદમાં ન પડતાં તે બે વચ્ચેની સંગતિ બતાવે છે. એ સંગતિ દ્વારા તેમના પિતાના માનસિક ઉદાર આશયનું પ્રદર્શન આપોઆપ થઈ જાય છે. તે
કમકાંડના અઢારમા અધ્યાયના શ્લોક સાતમામાં તે સ્પષ્ટ કહે છે કે – છે : “રઢિમાવાપેક્ષા વહુ રિતિ || .
: જાવા દત્તક વાત વાર ના આચારની ભિન્નતાને, વિવિધ ક્રિયાઓની ભિન્નતાઓને, વિવિધ પ્રકારના અનુષ્ઠાન ભિન્નતાઓને વિશેષ સ્થાન આપવાનું નથી અને તે બાબત વાદવિવાદ કર ઉચિત નથી.