SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયશોવિજયજીની બુદ્ધિપ્રતિભાના ચમકારા શરૂઆતથી જ જણાવા લાગ્યા હતા. વિ. સં. ૧૬૯ માં તેમણે અમદાવાદના સંઘ” સમક્ષ આઠ અવધાન કર્યા. આથી પ્રભાવિત થઈ ત્યાંના એક શ્રેણીએ તેમના ગુરુને વિનંતિ કરી કે, શ્રીયશોવિજયજી જેવા હેશિયાર યુવાન સાધુને કાશી જેવા સ્થાનમાં અભ્યાસ કરાવી બીજા હેમચંદ્ર જેવા બનાવે. કાશીના અભ્યાસને બધા ખરચ પતે ઉપાડી લેવા તૈયારી બતાવી અને બે હજાર દીનારની હુંડી લખી પણ દીધી. ગુરુનયવિજ્ય શિવે સહિત કાશી આવ્યા અને ત્યાંના પ્રસિદ્ધ ભટ્ટાચાર્ય પાસે ત્રણ વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરાવે. તીક્ષણ મેધા અને સુન્ન ગ્રહણુશક્તિથી તેમણે ત્રણ જ વર્ષના ગાળામાં અદ્દભુત વિત્તા પ્રાપ્ત કરી અને અનુકરણીય વાદ અને વસ્તૃત્વશક્તિથી કંઈ વિદ્વાને ઉપર વિજય મેળવ્યે. આથી કાશીમાં જ પંડિતની સભાએ તેમને ન્યાયવિશારદ” અને “ન્યાયાચાર્ય જેવી પદવીઓ આપી. - કાશી છોડ્યા પછી તેઓ ચાર વર્ષ આગ્રામાં રહ્યા અને ન્યાયશાસ્ત્રને અને ખાસ કરીને નચન્યાયના ગહન વિષયને સૂક્ષ્મ અભ્યાસ કર્યો. ત્યારબાદ તેઓ અમદાવાદ આવ્યા. તેઓ ગુજરાત તરફ આવવા નીકળ્યા તે પહેલાંથી જ તેમની ઉજવલ દીતિ ચારે દિશામાં ફેલાઈ ગઈ હતી. ગુજરાતના તે વખતના સુબા મહોબતખાનની રાજસભામાં તેમની પ્રશંસા થતાં મહાબતખાને તેમને ખાસ આમંત્રણ આપી રાજસભામાં તેડી મંગાવ્યા, જ્યાં સુબાખાનની વિનંતિથી તેમણે અઢાર અવધાન કરી બતાવ્યો. આ બનાવ પછી તેમની દાસને સુઈ મધ્યાહને તપવા લાગ્યું. તેમની વિદ્વત્તાની સુવાસ ચારા ગુજરાતમાં ફેલાઈ ગઈ. તેમના ભાષાપ્રભુત્વે, તેમના ચલણી સિક્કા જેવા ટકાઢીણું પ્રમાણભૂત વચનામૃતએ, તેમના ઉતકટ સંયમ અને ચારિત્ર્ય, દંભીઓવેપવિડંબને ખુલ્લા પાડવાની તેમની નિડરતાએ, તેમ જ તેમના તેજોમય અધ્યાત્મ જીવને તેમને તે વખતના સમગ્ર વિદ્વાન વર્ગ અને શમણુસંઘમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમણે લગભગ ૩૦૦ ઉપરાંત ગ્રી લખ્યા છે. ન્યાય, અધ્યાત્મ અને ચેગના ગહન વિષયો ઉપર તેમણે જવાનુભવપૂર્વક પોતાની જોશીલી કલમ ચલાવી છે. વ નના સર્વ ત્રિાને તેઓ ઘોળીને પી ગયા હોય તેમ લાગે છે. તેમના વિશે એક લેખકે ખરું જ લખ્યું છે કે, “શ્રી ચવિજયજીની નય-નિગમથી અગમ્ય અને ગંભીર હ્યાદ્વાદ-વચનસિદ્ધાન્તની રચના એ આગમના જ એક વિભાગરૂપ છે. તેમની શાસ્ત્ર વચનારૂપી ચંદ્રિકા શીતલ પરમ આનંદને આપનવી, પવિત્ર, વિમળ-સ્વરૂપ અને સાચી છે અને તેથી રસિકજને તેનું હે હેશે સેવન કરે છે ન્યાય અને તકની એક મહાન પ્રવાસી ભારતવર્ષમાં પ્રાચીનકાળથી વિદ્યમાન હતી. મહર્ષિ ગૌતમ પ્રાચીન ન્યાયશાહના પુરકત ગણાય છે. ત્યાં પ્રમાણને આધારે ન્યા શાએ સ્વીકારેલા પ્રત્યેની પણ ચર્ચા કરવામાં આવી હોય એવી પરંપરા પ્રાચીન ન્યાય
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy