________________
રહે તરીકે ઓળખાય છે. પરંતુ દશમી-અગિયારમી સદી પછી એક નવ્ય ન્યાયની પરંપરા શરૂ થઈ છતાં નવ્ય-ન્યાયની શાસ્ત્રીય અને સચોટ રજુઆત તે મૈથિલી ગણેશ ઉપાધ્યાયે લગભગ તેરમી સદીમાં કરી. આ પદ્ધતિમાં પ્રમેયની ચર્ચા પડતી મૂકવામાં આવી અને કેવળ પ્રમાણેના આધારે વસ્તુ સિદ્ધ થવી જોઈએ એવી સલમતમ વિચારીને અવલંબી ન્યાયશાસ્ત્રને શુદ્ધ અને વૈજ્ઞાનિક તકશાસ્ત્રનું સ્વરૂપ આપવામાં આવ્યું. નવ્ય-ન્યાયમાં બુદ્ધિની સૂક્ષમતા, વિચારેની સ્પષ્ટતા અને દલીની ઝીણવટ પ્રાધાન્ય લેગવે છે અને તેથી આ ન્યાયને પચાવનારમાં અદ્વિતીય માની અને અપ્રતિમ પ્રતિભાની જરૂર રહે છે. શ્રીયશોવિજયજી નવ્ય ન્યાયના એકલા અને તાર્દિકશિરોમણિ ગણુયા છે. તેમના ગ્રન્થ વાંચનારને તેમની સૂક્ષમ વિચારણા અને અકાટય દલીલોથી તેમની બુદ્ધિ-પ્રભાના ચમકારા માન ઉપજાવ્યા સિવાય રહેતા નથી.
શ્રીયશોવિજયજીની કૃતિઓ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને હિંદી-મારવાડી એમ ચારે ભાષામાં ગાબદ્ધ, પબદ્ધ તેમજ ગદ્ય-પદ્યબદ્ધ છે. તેમના લેખનના મુખ્ય વિષય આગમિક, તાર્કિક હોવા છતાં તેમણે પ્રમાણે પ્રમેય, નય, મગલ, યુક્તિ, આત્મા, ચેગ આદિ તાર્કિક વિષય ઉપર નવ્ય તાકિશલીથી લખ્યું છે, એટલું જ નહિ પણ વ્યાકર, કાવ્ય, છન્દ, અલંકાર, દર્શન આદિ તે વખતના સર્વપ્રસિદ્ધ વિષયે ઉપર તેમણે પિતાની વિદ્વત્તાભરી કલમ ચલાવી છે.
સુજસવેલી ના કતાં તેમને માટે લખે છે કે “નિરો આપનું દેવમણિ-ચિંતામણિ જેવું (નિર્મળ) શ્રત-શાસ્ત્ર છે, વાલીઓનાં વચનરૂપી કસેટીએ ચહ્યું છે, તેને અભ્યાસ પંડિતજને બેધિ એટલે સમ્યક્ત્વની વૃદ્ધિ માટે કરે છે. તેમની વિદ્વતાથી તેમને “ ચાલી શાર” અથવુ, સરસ્વતીના મૂછાળા અવતારનું બિરૂદ મળ્યું હતું. તેમની રચના અને ભાષા માટે “સુજસેવેલીના કર્તાએ લખ્યું છે કે –
“ વચનરચન સ્યાદ્વાદની, નય-નિગમ-અગમ ગંભરે રે ઉપનિષદા જિમ વેદની, જસ કઠિન લહે કેાઈ ધરિ રે, શીતલ પરમાનંદિની, શુચિ વિમલ-જવરૂપા સાચી રે.
જેહની રચના-ચંદ્રિકા, રસિયાજન સેવે રાચી રે.” શ્રીયશોવિજ્યજી એક સફલ ગુજ૨ ભાષાના કવિ પણ હતા. તેમનાં કાવ્ય નરસિંહ અને મીરાંની પેઠે ભક્તિપ્રચુર અને પ્રાસાદિક છતાં ઉત્તમ કાવ્યતરવથી ભરપૂર છે. તેમના પદ્યસાહિત્યમાં સ્તવને, સઝા, ભજન અને પદે મુખ્ય છે. “આથમભજનાવલિ'માં સંગ્રહાયેલાં અને મહાત્મા ગાંધીજીના પ્રિય ભજન( ચેતન અબ કેહિ દર્શન દીજેતુમ દર્શન શિવસુખ પામી
તુમ દર્શન ભવ છીજે, ચેતન અબ માહિ દર્શન દીજે.2 આ ભજન શ્રીયશવિજ્યનું જ છે.