________________
શ્રીમદ્દ યશોવિજયજી લેખક : શ્રીયુત નાગકુમાર મકાતી. [વડેદરા]
ભારતવર્ષ એ સતે અને મહાત્માઓની ભૂમિ છે એમ કહીએ તે તેમાં જરા પણ અતિશક્તિ નથી. રામ, કૃષ્ણ, મહાવીર અને બુદ્ધ જેવા પયગમ્બરથી માંડીને દરેકની પરંપરાને જાળવી રાખનારી મહાન વિભૂતિઓ સમયે સમયે અને યુગે યુગે આ દેશમાં પ્રગટી છે. ભારતવર્ષનું એ સૌભાગ્ય છે કે તેના અનેક મેંઘા સપૂતેએ પિતાના ત્યાગ, તપ, વૈરાગ્ય, વિદ્વત્તા, જ્ઞાન, ધ્યાન, રોગ, અધ્યાત્મ, એજસ અને વાપણુથી જનની જન્મભૂમિની કુખ દીપાવી છે.
આર્ય ધમની ત્રણ મહાન શાખાઓ-જેન, વૈદિક અને બૌદ્ધ. તે પૈકી બૌદ્ધધર્મો ભારતમાંથી દેશવટે લીધા પછી પણ વૈદિક અને. જનધએ દેશના સંસ્કારઘડતરમાં પિતાને યશસ્વી ફળો સતત આપ્યા કર્યો છે અને હજી પણ આગે જાય છે.
જૈનધમે જે સંસ્કારસ્વામીએ અને ધર્મધુરંધરની ભેટ ભારતવર્ષને ચરણે ધરી છે તેમાં ૧૪૪૪ ગ્રંથના રચયિતા શ્રીહરિભદ્રસૂરિ અને જ્ઞાન-વિજ્ઞાનનાં તમામ ક્ષેત્રને ખૂંદી વળનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યનાં નામે જૈન અને જૈનેતર જનતામાં સારી રીતે જાણીતા છે. તેમના જ જેવી એક મહાન વિભૂતિએ આજથી અઢી વર્ષ ઉપર પિતાની જ્ઞાન-સૌરભથી ભારતને અને ખાસ કરીને ગુજરાતને અડધી સદી સુધી સુવાસિત કર્યું હતું. પિતાના ઉચ્ચ ચારિત્ર્યથી, દિવ્ય સાધુતાથી, પ્રખર પાંડિત્યથી, અદ્વિતીય બુદ્ધિપ્રતિભાથી, અભિનવ કાવ્યશક્તિથી, ષડ્રદર્શનના તલસ્પર્શી જ્ઞાનથી, નવ્ય-ન્યાયની પ્રખર મીમાંસાથી અને ધર્મ–ઉત્થાનના ભગીરથ પ્રયત્નોથી વિશદ યશ પ્રાપ્ત કરનાર એ યુગપુરુષનું શુભ નામ હતું ઉપાધ્યાય શ્રીયશોવિજય.
' આ મહાપુરુષની જન્મસાલ ચોક્કસ પ્રાપ્ત થતી નથી પરંતુ વિ. સં. ૧૬૮૦ માં અગર તેની લગભગમાં તેમને જન્મ ઉત્તર ગુજરાતમાં રૂપેણ નદીના કિનારા ઉપર આવેલા કનોડા ગામમાં થયેલ હતું. આ ગામ દશમા–અગિયારમા સૈકાથી પણ પ્રાચીન હોવાના પુરાવા મળી આવે છે. તેમની માતાનું શુભ નામ ભાગદે' અને પિતાનું શુભ નામ નારાયણ’ હતું. શ્રીયશવિજયજીનું બાલ્યકાળનું નામ “જશવંત” હતું અને તેમને પસિંહ નામે ભાઈ હતા. આ બન્ને ભાઈઓએ વિ. સં. ૧૯૮૮ માં પંડિત શ્રીનયવિજ્યજીના શુભ હસ્તે દીક્ષા અંગીકાર કરી હતી અને તેમનાં નામ અનુક્રમે “શ્રીયશેવિજય” અને “શ્રીયવિજય' રાખવામાં આવ્યાં હતાં.