________________
૨૧૩
ભાર મૂકયો નથી પણ જ્ઞાન-કિયાના ચોગ પર ભાર મૂક્યો છે. જ્ઞાનશન્ય ક્રિયા અલ્પ પ્રકાશવાળી છે અને પૂર્ણવિરતિરૂપ ચારિત્ર એજ જ્ઞાનને ઉત્કર્ષ છે.
પ્રત્યેક વસ્તુને રજૂ કરવા માટે શ્રીમદ્દ યશોવિજયજીએ સરળ અને કવિત્વમય શક્તિને ઉપયોગ કર્યો છે. આ બધાં અષ્ટકમાં ઉપમાઓ દ્વારા વસ્તુને તેઓ રજૂ કરે છે અને પ્રાચીન સાહિત્ય પરનું એમનું પ્રભુત્વ અને વસ્તુને નવી રીતે રજૂ કરવાની એમની દષ્ટિની પ્રતીતિ એમાંથી આપણને થાય છે. તત્વચિંતનને અને એના ગાઢ વિષયને આઠ શ્લેકના ગુચ્છામાં રજૂ કર એ સહેલી વસ્તુ નથી. જ્ઞાનને કવિત્વના ચમકારા સાથે, શાસ્ત્રીય દષ્ટિથી રજૂ કરી સમસ્ત જીવનના જ્ઞાનને સાર કવિશ્રી યશોવિજ્યજીએ આપી દીધા છે, અને એ રીતે જ્ઞાનસાર આપણી આધ્યાત્મિક કૃતિઓમાં અનન્ય સ્થાન પામે છે.
જીવન જ્યારે ઝડપી બન્યું છે, જ્યારે જીવનને અવલોકવાની દષ્ટિમાં નવા જ્ઞાનવિજ્ઞાનને ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ચિંતનના એક સત્ય તરીકેની આ કૃતિ આપણું "જીવનને ધન્ય બનાવે છે. સર્વ વસ્તુઓના સાર સમી આ સાહિત્યકૃતિ કવિશ્રીની અનેક પ્રસાદીમાંની એક પ્રસાદી છે. આ પ્રસાદી માટે અતિજ્ઞાનની જરૂર નથી. ઉપાધ્યાય શ્રીયશોવિજયજીએ માત્ર પંડિતે માટે આ કૃતિ નથી રચી પણ સામાન્ય જને માટે રચી છે અને ઉપમાઓ–ઉબેક્ષાઓ અને કાવ્યાલંકારે દ્વારા આપણી સમગ્ર કલ્પનાનાં ચિત્ર રજૂ કર્યા છે. જ્ઞાનસારનું ચિંતન એથી ઝાંખું બન્યું નથી પણ કવિત્વથી ચમકતું બન્યું છે. અને એ આપણું સૌંદર્ય દષ્ટિ આંતર દષ્ટિની સાથોસાથ ખીલવે છે. જ્ઞાનસાર આપણું જૈનચિંતનના વારસાને પ્રજાને છે. એમાં સર્વગ્રાહી અવલોકન અને જીવન પ્રત્યેની આર્ષદષ્ટિ છે. મેક્ષના માર્ગને આદેશ આપણી સમક્ષ રજૂ કરતાં આ કૃતિ એને વિકાસ માર્ગ બતાવે છે અને એ જ માર્ગ આપણું કલ્યાણને માગે છે. આ માર્ગ બતાવનાર કવિ શ્રીયવિજયજીના આપણે ઋણી છીએ. “શિવમસ્તુ સર્વ જગતઃ' એ ભાવનામાંથી જન્મેલું સાહિત્ય માનવજીવનને ઉન્નત અને સંસ્કારી બનાવે છે. એ હકીકતને કવિશ્રીની કતિઓ વાજબી ઠેરવે છે. અને કવિશ્રીના આ વારસાને જીરવવાની તાકાત આપણે કેળવવાની છે, સાહિત્યનાં સ્વરૂપ બદલાય, કથનપદ્ધતિ બદલાય, પણ કવિની પ્રસાદી તે નદીનાં નિર્મળ નીર સમાન છે અને એનાથી આપણાં પાપ ધોવાઈ જાય છે.