________________
૨૦૭
પ્રકાશન આપણુ આજના જૈન સાહિત્યની વિશિષ્ટ કૃતિ છે. સ્વ. પંડિત ભંગવાનદાસે સામાન્ય માનવીને સુલભ જ્ઞાનસાર બનાવ્યું છે. એમને “જ્ઞાનસાર' જીવનનું દર્શન કરાવી જાય છે અને એ શ્રીમદ્દ યશવિજ્યજીની મૂળ કૃતિને ન્યાય આપે છે, અને એથી એ કૃતિની ભલામણ થતાં સ્વભાવિક આનંદ થાય છે.
જ્ઞાનસાર” એ ચિંતનાત્મક કૃતિ છે અને આ ચિતન સામાન્ય માનવીને સુલભ બને એ રીતે જ શ્રીમદ્ યવિજયજીએ જવું છે. જૈનદર્શનના ચિંતનને પરિપાક આ કાવ્યમાં જોવા મળે છે, અને એ થોડાક શબ્દોમાં ઘણું ઘણું કહી જાય છે.
શ્રીમદ્દ યશોવિજયજી જ્યારે સમગ્ર જ્ઞાનને સંક્ષિમ અને પદાસ્વરૂપમાં આપવા મથતા હશે ત્યારે પસંદગીને પ્રશ્ન એમની સમક્ષ આ હશે જજૈન દર્શન પરનું પ્રભુત્વ એમની મહાકાવ્ય રચવાની શક્તિને ખ્યાલ આપે છે, પણ એક લઘુકાવ્યમાં જ્યારે એ શ્રીમદ્ વિજયજીએ જીવનને સાર આપી દીધો ત્યારે એ વાણી કેટલી અથધન ગંભીર હશે? કવિતા વિચારણું–ચિંતનનું વાદન બની શકે છે અને એ જીવનને ઊંડાણથી સ્પશી" શકે છે એને સાચે પુરા “જ્ઞાનસાર આપે છે. સાગરના નીરની ગંભીરતા એ રીતે જ્ઞાનસારમાં છે અને સાથોસાથ શિશુની કોમળતા, નિર્મળતા પણ છે. અને એ રીતે જ્ઞાનસારમાં સ્વાદભરી મીઠી વાણું અને એમાંથી નીકળતે ગંભીર અર્થ–બનેનું સુભગ મિલન છે. કવિતા ને ચિંતનને આ સુમેળ વિશ્વસાહિત્યમાં કવચિત કૃતિઓમાં નજરે પડે છે, અને એ છે શ્રીમદ્ યવિજયજીની કવિ તરીકેની સિદ્ધિ.
નાનસારનું વિસ્તૃત અવલોકન કરતાં માલુમ પડશે કે કવિ અશવિજયજી સમક્ષ સ્પષ્ટ ખ્યાલ હતું અને એ ખ્યાલથી પ્રત્યેક અંગનું ઘડતર તેઓએ કરેલું. જ્ઞાન–અનુભવને સાર વર્ણવતા જ્ઞાનસારમાં બત્રીશ અટકે છે. આ અષ્ટક દરેક રીતે જોતાં સંપૂર્ણ છે અને એ આખી કૃતિના એક ભાગ તરીકે સંપૂર્ણ રીતે રજૂ થાય છે. બત્રીસ સંપાનની આ કૃતિ છે એમ કહેવું ખોટું નથી.
જ્ઞાનસારનું પ્રથમ પૂર્ણકએમાં જૈન સ્વરૂપના સાપ્ય તરીકે પૂર્ણ અવસ્થાનું વરૂપ રજૂ કરાયું છે. પૂર્ણનું સ્વરૂપ રજૂ કરતાં તેઓશ્રી જણાવે છે કે પૂર્ણાનંદ પુરુષની જ્ઞાનદષ્ટિ જાગૃત હોય છે, તે તૃષ્ણથી દીન હેતે નથી, એમાં યુગલોની અપૂર્ણતા હોતી નથી. આત્મદ્રવ્યમાં આત્મપણાના સુખથી પૂર્ણ થયેલા જ્ઞાનીને ઈ% કરતાં કોઈ જાતની ન્યૂનતા નથી અને ભાવની પૂર્ણતા શુકલપક્ષના ચંદ્રની માફક શોભે છે.
પ્રથમ અકમાં રજૂ થયે છે આદર્શ પૂર્ણવને. આ પૂર્ણતની પ્રાપ્તિ માટેના પ્રયાસો અને એ પ્રયાસેને કવિહૃદય બીજા અનેક અષ્ટકમાં વર્ણવે છે. સંસારમાંથી નિવૃત્ત થનારે માનવી પૂર્વમાં મગ્ન થાય છે. એથી આવી વ્યક્તિને ધન માટે ઉન્માદ નથી હેતે, સ્ત્રી પ્રતિ રાગ નથી લેતે, એ જ્ઞાનમાં મગ્ન થયેલે છે, એથી સુખી છે, અને આ સુખથી કરુણાની વૃષ્ટિ જેવી દષ્ટિ પ્રાપ્ત થાય છે અને વાણીમાં પણ શાંતિરૂપી અમૃત વહે છે.