________________
જૈનદર્શનનુ ચિંતનકાવ્ય જ્ઞાનસાર
લેખક : શ્રીયુત પી. કે. શાહુ (અમદ્દાવાદ)
શ્રીમદ્ યશોવિજયજીના અનેક પ્રથા, અનેક કૃતિઓ આપણને એમની વિલ પ્રતિભાના પરિચય આપી જાય છે. એમની સાહજિક પ્રતિભા, તત્ત્વગ્રાહી હૃષ્ટિ અને જીવનને ઉચ્ચ કરનારી ભાવના, સંસ્કૃતિ સાથેના અને તર્ક પતિ સાથેના એમના ગાઢ સંપક—આ ખધાં શ્રીમદ્ યશોવિજયજીના જીવનના તે કવનના અનેકવિધ પાસાં છે. શ્રીમદ્ યશોવિજયજી તર્કના પૂરેપૂરા જ્ઞાતા હતા અને એ રીતે દનના વિવેચક હતા અને એ પણ માત્ર શુષ્ક પાંડિત્યપૂર્ણ વિવેચક નહિ પણ જીવનનું યથેચ્છ અને શાસ્ત્રીય દર્શન કરાવનાર વિવેચક-કવિ. શ્રીમદ્ યશોવિજયજીના સાહિત્યની અનેક કૃતિઓ ઉપલબ્ધ છે.
આ કૃતિઓમાં ઠેરઠેર ચિંતનની સાથે કવિહૃદયના ચમકારા જોવા મળે છે. માત્ર શુષ્ક પંડિત હાત તા શ્રીમદ્ યશોવિજયજીની અનેક કૃતિઓમાંથી આપણને માત્ર પંડિતાઈ મળત, પણ આપણને મળે છે શાસ્ત્રને કવિતામય રીતે જોવાની દૃષ્ટિ. શ્રીમદ્ યશોવિજયજીની અનેક કૃતિઓ માત્ર કવિતાની રીતે મૂલવવા જેવી છે. જૂની ગુજરાતી કવિતામાં એ રીતે એમનું અનન્ય સ્થાન છે. એમની અનેક કૃતિમાં ભાષાના વિકાસને અને સમાજજીવનના દનના ખ્યાલ આવે છે. એ સમાજજીવનની રૂઢિઓ, ઇચ્છાઓ, આશા-અવરાહા એ સમયના જિવાતા જીવનની સમીક્ષા એમની કૃતિઓ કરે છે. કયારેક એમની કૃતિઓ સમાજની આરસી અનીને આવે છે, કચારેક એમની કૃતિઓ કવિત્વ ને ચિંતનની વિરલ કેડીને સિદ્ધ કરે છે. શ્રીમદ્ યશોવિજયજી કવિ છે, જૈન દર્શનના જ્ઞાતા કવિ Poet hidden in the light of Jain Darshan (Philosophy) છે અને કવિતાની સાથેસાથ ચિંતન ને દન એમની અનેક કૃતિઓમાંથી જોવા મળે છે.
કવિતા ને ચિંતન આ બંનેના સુમેળ વિરલ કવિ જ સાધી શકે છે. સાહિત્યના ઇતિહાસ અને વિવેચન ખતાવે છે કે આવે સુમેળ અપવાદના સોંગામાં હોય છે. અ ંગ્રેજી વિવેચક બ્રેડલી કવિતાની વ્યાખ્યા કરતાં કહે છે કે, “ પ્રેમ સંગીતમાં વાત કરે છે ત્યારે કવિતા અને છે. " કવિતા કેમ જન્મે છે યા સાહિત્યકૃતિનું ઉદ્દભવ સ્થાન શું હોય છે એ વિવેચનાના સવાલ હજી અપૂર્ણ છે. ઓગણીસમી સદીના વિવેચકાથી માંડીને અદ્યતન અસ્તિત્વવાદના વિવેચકે સાહિત્યના ઉદૃભવ અંગે પૂરેપૂરા જવાખ આપી શકયા નથી. જેને માનસશાસ્ત્રીય વિવેચન કહેવાય છે અને જે માનસપૃથક્કરણ પર માટો આધાર રાખે છે તે વિવેચન