________________
તે સાથે પિતાના સંબંધની હકીકત પણ કહી છે.'
આ ઉપરથી આપણે શ્રીકાંતિવિજયજીની ચેગ્યતા નક્કી કરીશું. એક તે તેઓ શુણપરીક્ષક હોઈ ગુણના સાચા રાગી છે. ઉપાધ્યાય શ્રીવિનયવિજય અને ચોવિજ્યના તેઓ સમસામયિક હોવા છતાં બીજાઓની માફક તેજપથી ન દોરાતાં ઉપાધ્યાય વિનયવિશ્વ પિતાના ગુરૂજાતા અને ઉપાધ્યાય યશવિજય અન્ય સંવાડાના હોવા છતાં તેમના શાસનું પ્રામાણિકપણે વર્ણન કર્યું છે. શ્રીયશોવિજયજીએ પાસસ્થા, કુશીલિયા, વેશવિડંબક એવા કુચારિત્રિયા, પરિગ્રહી, મતાગ્રહી એવા વિપરીત પ્રરૂપકે સામે પ્રચંડ હાથે કલમ ઉપાડેલી એટલે એમના શએ ઘણા હતા! તેમણે ઉપાધ્યાય શ્રીયશવિજ્યને ઘણે ત્રાસ આપવા સાથે વિદ્યાના મદમાં ભરપુર અભિમાની, લેકવણાના લોલુપી, અને એ માટે ગ્રંથ બનાવનાર બાહાભાવમાં રહીને ખંડનમંડનમાં પડી જનાર આંતર જ્ઞાનરહિત એવી એવી અનેક નિંદા કરી છે. જ્યારે કાંતિવિજય એમને માટે કહે છે –
" શ્રી યશોવિજ્ય વાચકતણા હું તે ન લહે ગુણ વિસ્તારે રે ગગાજળ કણિકા થકી, એહના અદિક ઉપગારે છે. વચન સરસ સ્વાદવાદના, જસ નિગમ આગમ ભીર રે; ઉપનિષદા જિમ વેદના, જસ કવિ ન લહે કેઈ ધરિ રે, શીતલ પરમાનદિની, શુચિ વિમલ સ્વરૂપા સાચી રે જેહની રચના ચંદ્રિકા, રસિયા જણ સેવે રાચી છે. લધુ બાંધવો હરિભક, કલિયુગમાં એ થ બીજે રે; છતા યથાર્થ ગુણ સુણ, કવિયણ બુધ મત બીજો રે. સગી ફિર સેહર, ગુરૂ જ્ઞાનરથણને દરિયે રે
કુમત તિમિર ઉજવા, એ તો બાલાકૃણુ નિરિયા છે. આ કૃતિમાં જણાવ્યા પ્રમાણે ઉપાધ્યાયજીનું સં. ૧૫૩ના ભાઈના માસામાં વર્ગગમન થયા પછી, પાટણના સંઘના અતિઆગ્રહથી આ કૃતિ બની છે, જેની સાલ સદુગત શ્રીહનલાલ દ. દેસાઈ સં. ૧૭૪૫ આસપાસ માને છે. એટલે તેની વિશ્વસનીયતા વિશે કશી શંકા રહેતી નથી.
१. कान्तिविजयाण्यगणिनः, पठनकृते कृतधियः सतीर्थ्यस्य । . विहितोऽयं यत्नः सफलः स्यात् सर्वप्रकारेण ॥
આ ગ્રંથ પ સહિત સં. ૧૭૧માં રાધનપુરમાં બનાવ્યું છે. સં. ૧૭૧૨ ની હાથપિથીમાં આ શ્લોક પ્રશસ્તિ સાથે આપેલ છે. જેનધર્મ પ્રસારક સભાએ આ વ્યાકરણ છપાવ્યું છે તેમાં આ ઍક નથી.
૨. આ દેષપણુ લેપ એટલે તીરૂપે લેખિત છે કે તે હજી સુધી બંસા નથી કે ઘસા નથી. ૩. “ જૈન ગૂર્જર કવિઓ” ભા. , પૃ. ૧૮૧.