________________
૧૦૫
મુનિશ્રી પાતાની વિદ્વત્તાથી પ્રજામાં બહુ માનનીય થઈ પડ્યા. જ્યાં જાય ત્યાં લાક ભેગા થઈ પાછળ પાછળ જાય. આ દૃશ્ય દેખી તે વખતના અધ્યાત્મચેગી શ્રી. આનન્દધનજીએ વ્યંગમાં જણાવેલ કે, “જશા! દુકાન અચ્છી જમાઈ હય.”
કહે છે કે, તેમણે ૧૦૮ ગ્રંથા રચ્યા છે, જેમાંના કેટલાક સુલભ છે, તેમાંના ૫૮ ગુજરાતી ભાષામાં હતા જ્યારે એક હિંદી જૈન સાહિત્યકારના કથન પ્રમાણે તેમનું જીવનચરિત્ર જે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયું છે ને સુલભ છે, તેમાં નાનામેાટા થઈને ૫૦૦ સંસ્કૃત ગ્રંથા રચ્યાનું જણાવેલ છે. તેમને સસ્કૃત, માગધી, હિંદી ને ગુજરાતી એમ ચાર ભાષા ઉપર કાબૂ હતા. વળી, જેમ હરિભદ્રસૂરિએ વિદ્ધ અંક પાતાની કૃતિના અંતે વાપર્યું છે તેમ આમણે ર૪ અંક વાપર્યાંનું જણાયું છે. આવા કેટલા ગ્રંથા હશે તે જણાયું નથી; પરંતુ ગુજરાતીમાં અનેક રાસે રમ્યા છે જે ઉપરથી કેટલાક પડિતાએ મશ્કરીમાં કહેલું કે, “ રાસડા તે ફાસડા ” છતાં કોઈ જાતના શષ ન કરતાં દ્રવ્યમુળપર્યાયના ન્યાયગ્રંથ ગુજરાતીમાં જ રચીને, અનેક વિદ્વાનાને સમાલાચનાથે માકલ્યા હતા. કાની તાકાત હતી કે યથાર્થ રીતે તે સમજે ? તે સ્વહસ્તે તેના ઉપર વિવેચન કરી–ટીકારૂપે બહાર પાડ્યું ત્યારેજ આ વિદ્વાના શાંત મની મુગ્ધ થયા.
99
આવી તેમની ખ્યાતિ, અમદાવાદમાં જ્યારે નાગરી સરાઈમાં ઊતર્યાં ત્યારે ગુજરાતના સમા મહાબતખાનના કાને પહોંચી ત્યારે તેમને ખેલાવી સન્માન કર્યું. ત્યાં સભા સમક્ષ ૧૮ અવધાન કરી સભાને રજિત કરી. વાજતેગાજતે તેમને સ્થાને પહાંચાડવા. ( જેમ અકમર બાદશાહે હીરવિજયસૂરિના જ્ઞાનથી ચકિત થઈ આદર કર્યાં હતા તેમ) આ હકીકત સુજસવેલી ભાસમાં છે. આ પ્રમાણે પ્રજામાન્ય અને રાજમાન્ય હાવાથી શ્રીવીરભગવાનની સીધી પાટપરંપરાએ ન હોવા છતાં, જૈનામાં પ્રવેશેલી યિાશિથિલતાને, સત્યવિજય પંન્યાસના સહકાર લઈ ઉદ્ધાર કર્યાં હતા અને શાસનપત્ર પણ સ્વહસ્તે કાઢ્યું હતું, જેમાંનું એક, મિતિ ૧૭૩૮, વૈશાખ સુદ છ ગુરુવારનું, મુનિ જિનવિજયજીએ પ્રસિદ્ધ કર્યું છે (જુઓઃ આત્માનંદ પ્રકાશ ' ૧૯૭૨ પાષ માસના અંક) આ પ્રમાણે સાધુસમુદાય ઉપર તેમના ખૂબ પ્રભાવ હતા.
તેમની માતૃભક્તિ, ગુરુભક્તિ, વિનયશીલતા, નિરભિમાનપણું વગેરે સદ્ગુણ્ણાના ઉપરમાં યથાચિત ખ્યાલ અપાઈ ગયા છે જેથી વિશેષ કતેચીની કરવાની જરૂર નથી. લેકે તેમને “ જ્ઞાનનિધિ ”ના ઉપનામથી સમાધતા, હિરભદ્રસૂરિ ને કલિકાલસવ જ્ઞ હેમચંદ્રસૂરિ જેમ પાયા છે, તેમ યશેવિજ્યજી ઉપાધ્યાયે પણ નામ રાખ્યું છે. તેમના સમકાલીન તરીકે અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠ, વિજ્યંતિલકસૂર, ધસાગર ઉપા॰, સત્યવિજ્ય પન્યાસ, શ્રી આનન્દઘનજી વગેરે કહી શકાય. તેમણે રચેલ ગ્રંથાની ટીપ તે બહુ માટી છે અને તે આ સત્ર ઊજવતી સમિતિએ બહાર પાડી છે તે મેળવી જેવા જેટલા અવકાશ રહ્યો ન હેાવાથી મૌન સેવું છું. ઉપાધ્યાયજીના કેટલાક અધિકાર શ્રી જૈન” પુત્રના ૧૪–૧–’૪૫ના રૃ. ૧૫ ઉપર પ્રગટ થયા છે એટલું જણાવી અત્રે વિરમું છું.
૧૪