________________
ઉપદેશક છે, તેમનામાં ઘણી લઘુતા છે, ગુણાનુરાગમાં રંગાયેલા હૃદયવાળા છે, જૈનશાસનના રક્ષક-પ્રવર્તક અને પૂર્ણપ્રેમી છે. જૈનશાસનને ઉદય કરવા માટે પરિપૂર્ણ આત્મભાગ આપનાર છે. વ્યવહાર અને નિશ્ચય નયથી જૈનધર્મ પ્રવર્તક છે. જૈનશાસનની હૃદયમાં ઊંડી દાઝ ધારણ કરનાર અને વિશાળ દષ્ટિવાળા છે. વૈરાગ્ય અને ત્યાગમાં તત્પર આત્માના ગુણ પ્રકટ કરવાની પરિપૂર્ણ ઇચ્છાવાળા છે. એ પ્રકારે ઉપાધ્યાયજીના ગુણની એમાં સ્તુતિ કરી છે.
શ્રીમદ્ આનન્દઘનજીને તથા શ્રીમદ્ ઉપાધ્યાયજીને અત્યંત ગાઢ પ્રેમ હોવાનું નીચલું પદ સાક્ષી પૂરે છે. કારણ કે પિતાના હૃદયને ઊભરે સત્યમિત્રની આગળ પ્રકટ કરી શકાય છે. આ ગ્રંથમાં પ્રકટ થયેલાં પદે ઉપરાંત આ પદ .
“નિરંજન યાર એ કેસે મિલેગ, નિરંજન
દર દેખું મેં દરિયા ડુંગર, ઉચ્ચ બાદલ નીચે જમીયું તલે નિવ ધરતીમે ઘહતા ન પિછાનું, અગ્નિ સહુ તે મેરી દેહી લે. નિ.
આનન્દઘન કહે જસા' સુને ખાતાં, યેહી મિલે તે મેરે પ્રેરે . નિ. હવે આપણે ઉપાધ્યાયજીએ કરેલી અષ્ટપદીને સંક્ષેપમાં ભાવાર્થ જોઈએ –
ગુણાનુરાગની મૂર્તિરૂપ ઉપાધ્યાયજીએ આનન્દઘનજીની જે સ્તુતિ કરી છે અને તેમાં આનન્દઘનને આત્મા, કે જે આનન્દઘન અથત આનંદસમૂહમાં રમતું હતું, તેની સાથે સુમતિને સંબંધ સરસ રીતે વર્ણવે છે. પ્રિય આનન્દઘનજી ચાલ્યા આવતા હતા, મુખ પર લાય વિલસતું નહોતું, આત્મધ્યાનનું ઘેન આંખમાં રમતું હતું, રામરાજી વિકસ્વર બની રહી હતી, ચોગાનુભવને રસ પ્રકટપણે રેલાતા હતા તે વખતે પ્રબળ મિલનેત્સુક ગુણાનુરાગી ઉપાધ્યાયજી મહારાજ આતુરતાથી તેમના સામે જોઈ રહ્યા છે તે વખતે –
“જશવિજ્ય કહે સુને આનન્દઘન, હમ તુમ મિલે હર . . . શ્રી. આનન્દાનજી કહે છે –
. . “સુયશરસ મેઘનકે હમ મેર પ્રશસ્ય ધમજ્ઞાન-રાગથી બને–પરસ્પરને જાણે અંતરમાં ઉતારી-સમાવી રહ્યા છે. આ પ્રસંગે બંનેની કેવી દશા થઈ હશે? યશવિજ્યજી કહે છે કે આનન્દમાં મસ્ત આનન્દઘનજી છે એમ મેં સાંભળ્યું હતું અને રૂબરૂ મેં તે જ પ્રમાણે જોયું અને તેથી હું અભંગ સુખ પામ્યો છું. આવા ઉદગારો કાઢીને તેઓશ્રી સાધુદશાની આનન્દબુમારીને પવિત્રતાને જગતને ખ્યાલ આપે છે. આનન્દબું હાટ નથી, આનન્દ કેઈ હાટ-વાટ કે ઘાટમાં નથી. જે આનન્દના ઘનીભૂત આત્માને ધ્યાવે છે તે જ આનન્દ પામે છે–
ક્સ કહે સેહી આનન્દઘન પાવત, અન્તર જ્યોત જગાવે. " * સારાભાઈ નવાબે પિતાના તરફથી સં. ૨૦૧૦માં બહાર પાડેલ “આનન્દઘન પદ્ય રત્નાવલી ની પ્રસ્તાવનામાં કંઈ પણ આધાર આપ્યા વિના યોવિજયજી એ જ પાછલી અવસ્થામાં “આનન્દઘન પદ' નામધારી બન્યા હતા આવું જે સાહસિક વિધાન કર્યું છે તે અંગે ચર્ચા-જવાબ “ ઉપાધ્યાયજી ભગવાનના તૈયાર થનારા જીવનચરિત્રમાં અપાશે. સંપા