________________
હું
પરિશીલન કરીએ, અનુપલબ્ધ ગ્રંથાની શાષખાળ કરીએ, તેમજ તેમનાં વચના પ્રમાણે યથાશકય માના પાલનરૂપ ઓછામાં ઓછી જરૂરિયાતાથી આપણા જીવનને નિભાવવા જેટલા સ્વાત્યાગ કેળવીએ, કે જેમાં અંશતઃ પણ ભૂતમાત્રની સેવાના ફાળા આવે. તે રીતે તેમના પગલે અનુસરીએ તે જ આપણે તેમના સાચા ઉપાસક અને સેવક છીએ અને તેમણે આપેલા વારસાને જાળવી રાખ્યા ગણાય. નહિતર વારસામાં મળેલી વસ્તુના દુરુપયેાગ કરનાર અકુલીન પુત્રની જેમ આપણે પણ એવા મહાપુરુષને અન્યાય આપી રહ્યા હોઈએ એમ શું નથી લાગતું ? તે અને તેટલા તન, મન, ધન ખરચી તેમના અપ્રકાશિત ગ્રંથોને પ્રકાશમાં લાવવા અને પઢન–પાઠનના મોટા વર્ગો ઈનામી અને ઉપાધિઓની ચેાજનાપૂર્વક પણ ઊભાં કરવાં હાલના તબક્કે અતિઆવશ્યક છે.
'
ઉપાધ્યાયજી સમથ તાર્કિક વિદ્વાન હતા, એટલું જ નહીં પશુ તે ભારાભાર આધ્યાત્મિક જ્ઞાની પણ હતા, એ તેઓશ્રીના બનાવેલા અધ્યાત્મસાર, અધ્યાત્મ પનિષદ્, જ્ઞાનસાર' વગેરે ગ્રંથોથી સ્પષ્ટ માલમ પડે છે.
પૂર્વી મહાપુરુષો જિનભદ્રગત્તુિ ક્ષમાશ્રમણ તથા સિદ્ધસેન દિવાકરનાં પરસ્પર વિરુદ્ધ દેખાતાં છતાં નયાપેક્ષ વચનાને આગ્રહ રાખ્યા સિવાય ખાખર સંગત કરી આપવામાં ઉપાધ્યાયજી મહારાજશ્રીની તુલનાત્મક દૃષ્ટિએ અજબ કામ કર્યું" છે તે આજના આચાય પુગવાએ ધડા લેવા જેવું છે.
તેમના જીવનને લગતી કેટલીક કિંવદંતીએ ચાલી આવે છે, અને તેમાં તથ્ય હાવાની સંભાવના ઘણી જાય છે. તેમાંની કેટલીક ટૂંકાણમાં અહીં આપવામાં આવે છેઃ—
(૧) માલવયમાં માતાની સાથે ઉપાશ્રયે પ્રતિક્રમણ કરવા જતાં એક વખત ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરાવનાર કાઈ ન હતું, ત્યારે માતાને બહુ ખેદ થયેા. માલકે ખેતનું કારણ પૂછતાં માતાએ જણાવ્યું કે, પુત્ર ! આજે મારુ' પ્રતિક્રમણ રહી જશે. કારણ આજે ઉપાશ્રયમાં કાઈ પ્રતિક્રમણુ કરાવનાર નથી. ત્યારે પુત્રે માતાને કહ્યું: ‘તમે જરાય દુઃખ ન લાવેા, હું પ્રતિક્રમણ કરાવું, અને માતાને આશ્ચર્ય પમાડતા ખાલકે આખુંય પ્રતિક્રમણ ખરાખર કરાવ્યુ. ઉપાશ્રયે માતાની સાથે જતાં સાંભળવા માત્રથી યાદ રહી ગયું હતું. આ હકીકત શુરુમહારાજે જાણુતાં ભાવિ મહાપુરુષની ગણતરીએ માતા પાસે પુત્રની માગણી કરી, અને માતાએ પણ તે માગણી ખૂબ હ પૂર્વક આવકારી હતી. *
(૨) ઉપાધ્યાયજી મહારાજ કાશીથી અભ્યાસ કરી તાજા જ આવેલા અને સાંજે ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ કરતાં સજ્ઝાય ખેલવાના સમય થતાં ગુરુમહારાજે મેલવી શરૂ કરી ત્યારે શ્રાવકોએ ગુરુમહારાજને સૂચન કર્યું કે, સાહેબ ! આપના વિદ્વાન શિષ્ય કાશીમાં અભ્યાસ કરી આવ્યા છે તે તેમને સજ્ઝાય માલવા કહા, તેા કંઈક નવું સાંભળવા અને જાણવા મળે.' ગુરુજીએ કહ્યુ કે, મેલ ત્યારે. ’ ઉપાધ્યાયજી મહારાજે કહ્યું કે,
·
* આ પણ એક દંતકથા છે. સપા,