________________
સાહેબ સજાય તે આવડતી નથી. ત્યારે શ્રાવકેમાંથી કેઈક બોલી ઊઠ્યું કે,
બાર વર્ષ કાશીમાં રહી છે ઘાસ વાઢયું ?” ઉપાધ્યાયજી મહારાજ તે ચૂપ રહ્યા. પણ બીજે દિવસે સઝાયને અવસર પામી આદેશ માગી સઝાય કહેવા માંડી. વખત ઘણે વીતવા માંડ્યો, બધા અકળાયા પણ ઉપાધ્યાયજી મહારાજે તે ચઝાય બલવી ચાલુ જ રાખી. ટંકાર કરનાર ટકા કરવામાં પણ ઉતાવળા હોય છે, તેમ અકળાઈ જવામાં પણ સહુથી આગળ હોય છે. એટલે ટકેર કરનાર શ્રાવકે જ કહ્યું: “હવે ક્યાં સુધી ચાલશે ?” જવાબમાં ઉપાધ્યાયજી મહારાજશ્રીએ કહ્યું કે, “કાશીમાં બાર વર્ષ વદેલા ઘાસના આ તે પૂળા બંધાય છે.” આથી ટકેર કરનાર શ્રાવક ઝંખવાણા પડી ગયા અને ક્ષમા યાચી સ્તુતિ કરવા લાગ્યા.
(૩) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ, ઉદયન મંત્રી, પરમાહિત કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ આદિના સુવર્ણમય જીવનથી જવલત અને નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિ મહારાજથી આરાધ્ય સ્થંભન પાશ્વનાથના નામે સ્થંભનપુર તરીકે પ્રસિદ્ધ થયેલ ખંભાત શહેરમાં ઉપાધ્યાયજી મહારાજ એક વખત વ્યાખ્યાન આપી રહ્યા હતા. સભા તેમની અમૃત વાણીના શ્રવણમાં એક્તાન હતી. ઉપાધ્યાયજી મ. શ્રીના વિદ્યાગુરુ એક વખત દરિદ્ધાવસ્થામાં આવી ગયેલ અને પિતાના શિષ્ય ઉચ્ચકેટિના વિદ્યાન અને પ્રખર વ્યાખ્યાતા બનેલ છે એમ જાણે તેમની શોધ કરતા કરતા ખંભાતમાં બરાબર ચાલું વ્યાખ્યાનમાં જ આવી પહોચ્યા. ઉપાધ્યાયજીએ પણ આવનાર વ્યક્તિને એકદમ ઓળખી લીધી. અને જોતાવેંત જ પરિરિથતિનું માપ કાઢી લઈ વાણીને પ્રવાહ એકદમ વિદ્યાની મહત્તામાં છે અને અંતે • જણાવ્યું કે, મારામાં આજે જે કંઈટ અગે પણ વિદ્રત્તા કે વર્તાતા જોઈ શકે છે તે આ
આગન્તુક વ્યક્તિને જ પ્રભાવ છે. એમ જણાવી વિદ્યાગુરુનું એાળખાણ આપવા સાથે જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનનું બહુમાન સૂચવતું એવું અસરકારક વ્યાખ્યાન આપ્યું કે જેથી પિરિસિ ભણાવવા સમયે બેઠેલા સમગ્ર શ્રાવક-શ્રાવિકાગણે પિતે પહેલાં સર્વ આભૂષ ગુરુનાય વિદ્યાગુરુના ચરણે ધરી દીધાં છે તે જમાનાની ગણુતરીએ ૩૦ થી ૪૦ હજારની કીમતાનાં હતાં. ધન્ય છે તેમની વાણીને અને ભાવુક શ્રાવકેની ઉદારતાને!
આપણે પણ તેમના જ શિગે અને થાવ છીએ. તેઓશ્રીના સાહિત્ય માટે જેટલું કરીએ તેટલું ઓછું જ છે. એટલે તેમના સાહિત્યનો પ્રચાર, પઠનપાન, અપ્રગટ ગ્રંથનું પ્રકાશન, અને અલભ્ય ગ્રાની પૂતિ કરીએ એ જ તેમની સાચી અને મહામૂલી પ્રતિષ્ઠા છે અને પ્રતિષ્ઠાદિનની સારિક ઊજવણી છે, એટલું જ જણાવી તે બાબતમાં આપણે ગ્રહને સામર્થ્ય અને પ્રેરણા આપવા શાસનદેવ પ્રત્યે પ્રાર્થના કરી ઉપાધ્યાયજીના સંબંધમાં અધુરા, અવ્યવસ્થિત કે ક્ષતિ રહેવા પામેલ લેખન બદલ ક્ષમા યાચી અટકી જાઉં છું.