________________
ગૂર્જરભૂષણ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય ઉપાધ્યાયજી શ્રીમદ્ યશોવિજયજીનું જીવન અને પ્રાણપ્રતિષ્ઠા યાને આપણું કર્તવ્ય લેખકઃ શ્રીયુત નિર્મલ]
ઉપાધ્યાય, લઘુહરિભદ્ર કે દ્વિતીય હેમચંદ્ર તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરનાર ગૂર્જર દેશની મહાન વિભૂતિરૂપ શ્રીજિનશાસન પ્રભાવક યશોવિજયજી મહારાજશ્રીના જીવન ઉપર અનેકાનેક લેખ આજે આવવાને સંભવ છે. કારણ કે ઉપાધ્યાયજી પ્રત્યેની હાર્દિક ભક્તિ સહુ કેઈ વિદ્વતંગ કે આમજનતાના દિલમાં એક યા બીજી રીતે પણ છોછલ ભરેલી છે.
જો કે તે મહાપુરુષે પ્રાચીન કાળની પદ્ધતિએ આત્મપ્રશંસા નહિ કરવાના કારણે યા બીજા કેઈ પણ કારણે, પિતે તે કોઈ પણ સ્થળે પિતાના જીવનને ઉલ્લેખ સરખે પણ કર્યો નથી. પણ તેઓશ્રીના સમકાલીન પૂ. કાન્તિવિજયજી કૃત “સુજલીભાસ” નામના ગ્રંથ ઉપરથી જે કાંઈ સ્પષ્ટાસ્પણ બીના મળે છે તે પ્રસિદ્ધ થયેલ છે. છતાં જન્મ દિવસની નેંધ કેઈ પણ જગ્યાએ જોવામાં આવતી નથી.
ઉપાધ્યાયજી મહારાજને વિદ્યાના અવતાર કહીએ તે પણ તે અતિશયોક્તિ ભરેલી નથી. કારણ કે તેમના કાળમાં તેમણે એટલે બધા વિદ્યાને ફેલાવો કર્યો હતે કે સામાન્ય જનતા પણ શ્લેકબદ્ધ કે ન્યાયભાષામાં વાતચીત કરી શકતી હતી.
ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કેશ, ધર્મશાસ્ત્ર, ગ વગેરે કઈ પણ વિષય એ ન હતો કે જેમાં ઉપાધ્યાયજી મહારાજે કંઈ ને કંઈ લખ્યું ન હોય. બીજા ગ્રંથકારોના સંસ્કૃત-પ્રાકૃતનાં ભાષાંતરે ગુજરાતી કે હિંદીમાં થાય ત્યારે ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ભાષાત્મક દ્રવ્ય-ગુણ-પર્યાય ના રાસનું સંસ્કૃતમાં ભાષાંતર થયું હતું, એ તેમની અપૂર્વ ગ્રન્થકાર તરીકે સામર્થ્ય જણાવતી વિશિષ્ટતા છે.
ઉપાધ્યાયજી મહારાજે સાહિત્ય દ્વારા જૈન શાસનને બહોળો ફેલાવે અને કુમત વાદીઓના હઠાગ્રહનું સુંદર શિલીમાં નિરસન કર્યું છે. આજથી લગભગ અઢી વર્ષ અને એટલે તે મહાપુરુષને કાળ એ હતો કે જે તેમના જેવા વિદ્વત્તાપૂર્ણ પુરુષ ન પાયા હતા તે જૈન સમાજની શી પરિસ્થિતિ હતી તેની કલ્પના સરખી પણ ન આવી શકે. તેઓશ્રીએ જૈન સમાજને સભર અને ઉન્નત રાખવામાં મહાન ભેગ આપે છે. તેમજ ગ્રંથરત્ન રૂપી માટે વાર આપે છે.
ઉપાધ્યાયજી મહારાજે તક, આગમ, અધ્યાત્મ અને રોગના વિષયમાં સેંકડો વિદ્વદ ભાગ્ય ગ્રંથની રચના કરી છે, એટલું જ નહિ પણ પદે, સજ્જા, સ્તવને, રાસાએ વગેરે ખાલીપભોગ્ય ગુજરાતી સાહિત્યની અદ્વિતીય રચના કરવી પણ તેઓ ચૂક્યા ન હતા. ૧૨