________________
સમાજ સુધારણા, અધ્યાત્મ, રોગ, ભક્તિ આદિ છે. એકલા ન્યાય વિષયના જ તેમણે એક ગ્રંથ રચ્યાથી “ન્યાયાચાર્ય પદ મળ્યા તેમણે પોતે જ ઉલ્લેખ કરે છે. તેમજ “રહસ્ય પદાંકિત એક ગ્રંથ રચવાની પ્રતિજ્ઞાને ઉલેખ પણ તેમણે પોતે જ કર્યો છે. આમ હાલના ક્રિકેટના ઉત્તમ ખેલાડીઓ ( century Batsman) જેમ આ સાહિત્યના ખેલાડીએ વામ-ક્રીડાંગણમાં સદીઓ નોંધાવવાની જ વાત કરી છે! અને સર્વત્ર પ્રમાણુન્નત હાઇ ચિરસ્થાયી કાતિને લીધે રંટ આઉટ જ (Not out ) રહ્યા છે! જેમ ઉત્તમ ખેલાઠીના બીલે ઍાલે રસિક પ્રેક્ષક કે હણવેશમાં આીન પોકારે છે, તેમ આ સાહિત્ય મહારથીના બોલે બાલે તત્વરત્રિક વિદ્વજનો ધન્ય ધન્ય ના હર્ષનાદો કરે છે! પરમ તત્વચિંતક શ્રીમદ્ રાજચંદ્રજીએ અંજલિ આપી છે કે “યશવિજયજીએ થશે રચતાં એટલે ઉપગ રાખ્યા હતા કે તે પ્રાયે કેઈ ઠેકાણે ચૂક્યા નહોતા.”
આમ અક્ષરદેહમાં જેને અક્ષર આત્મા પ્રતિબિંબિત થાય છે, પ્રત્યક્ષ ચૈતન્ય ચમત્કાર જણાય છે, એવા આ મહાત્માનું અધ્યાત્મ જીવન તેમની કૃતિઓના આત્યંતર દર્શન પરથી વિચક્ષણ વિવેકીએ અનુમાની શકે છે. તેમની એક એક કૃતિ એવી અમૂલ્ય અને અપૂર્વ તત્વસંભારથી ભરેલી છે કે, તે પ્રત્યેક વિહંગાવલોકન કરવા માટે પણ અનેક લેખમાળા જોઈએપણ અત્રે તેટલે અવકાશ નથી, એટલે અહીં તે યત્રતત્ર ઊતે દૃષ્ટિપાત કરીને જ સંતોષ માનશું.
તેમના સમકાલીનેમાં ઉપાધ્યાયજી વિનયવિજયજી, આનંદઘનજી, સત્યવિજયગણી, માનવિજય ઉપાધ્યાય આદિ વિશિષ્ટ વિકમઠલી હતી. તેમાંય ખાસ કરીને શાંત સુધારવું અનુપમ સંગીત કરનારા શાંતમૂતિ મહા સુમુક્ષુ શ્રી વિનયવિજયજી તો એમના સહાધ્યાયી પરમાર્થ ચુદ્ધ હતા. આ વિનયવિજય અને યશોવિજ્યની જોડી સુપ્રસિદ્ધ છે. અને ગાઢ પરમાર્થ મિત્ર અને ઉત્તમ કેટિના શાંત સુમુક્ષુ હતા. ઘેર ઘેર રસપૂર્વક વંચાતે સુપ્રસિદ્ધ “શ્રીપાલ રાસ” તે આ બન્ને મહાત્માઓની સંયુક્ત કૃતિ છે. શ્રી વિનયવિજ્યજીએ એને પૂર્વ ભાગ રર, ત્યાં તેમને રદે માં દેહત્યમાં
ચે, એટલે તેમના પરમાર્થી મિત્ર શ્રી યશોવિજયજીએ તેના ઉત્તર ભાગ રચી ઉત્તમ મિત્ર કાર્ય કર્યું. છેવટે ત્યાં શ્રી યશોવિજયજી પરમ આત્મહરલાસથી ગર્યો છે કે
“મારે તે ગુચરણ પસાયે, અનુભવ દિલમાંહિ પડે, સદ્ધિ વૃદ્ધિ પ્રગટી ઘટમાહ, આતમરતિ હુઈ કે રે..
--મુજ સાહિમ જગતે કે.” શ્રીમાન આનંદઘનજીને દર્શન-સમાગમ એ શ્રી યશોવિજ્યજીના જીવનની એક કાંતિકારી વિશિષ્ટ ઘટના છે. તે વખતના રૂઢિચુસ્તપણાને વળગી રહેનાર સમાજ એવી પરમ અવધૂત જ્ઞાનદશાવાળા, આત્માનમાં મન રહેનારા, આત્મારામસહુરુષને ઓળખી