SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન યશોવિજયજી લેખકઃ ડે. શ્રીયુત ભગવાનદાસ મનચુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. મુંબઈ) જે વિરલ વિભૂતિરૂપ મહાતિરે જિનશાસનના ગગનાંગણમાં ચમકી ગયા છે, તેમાં શ્રી યશોવિજયજીનું સ્થાન સદાને માટે અમર રહેશે. કલિકાલસર્વસ શ્રી હેમચન્દ્રાચાર્યજી પછી અત્યાર સુધીમાં શ્રી આનંદઘનજી આદિના અપવાદ સિવાય તેવી પ્રખર શ્રત-શક્તિવાળે બીજે તત્વજ્ઞાની મહાત્મા થયેલ હોય એવું જણાતું નથી. એમની પ્રતિભા કેટલી અસાધારણ હતી અને એમની બુદ્ધિમત્તા કેવી કુશાગ્ર હતી, એ તે એમની સૂકમ વિવેકમય તીક્ષણ પર્યાચના પરથી સવયં જણાઈ આવે છે, અને આપણને તાર્કિકશિરોમણિ કવિકુલગુરુ સિદ્ધસેન દિવાકરસૂરિનું સ્મરણ કરાવે છે. એમની દષ્ટિવિશાલતા ને હૃદયની સરલતા કેટલી બધી અદ્ભુત હતી અને સર્વ ને પ્રત્યેની એમની નિરાગ્રહી માધ્યર વૃત્તિ કેવી અપૂર્વ હતી, તે તે એમની સર્વ દર્શનની તલસ્પર્શી નિષ્પક્ષપાત મીમાંસા પરથી પ્રતીત થાય છે, અને આપણને પાદશનના મહર્ષિ હરિભદ્રસૂરિની યાદ તાજી કરે છે. વાલ્મયના સમસ્ત ક્ષેત્રને વ્યાપ્ત કરતું એમનું મૌલિક સાહિત્યસર્જન કેટલું બધું વિશાળ છે અને કેવી ઉત્તમ પંક્તિનું છે, તે તે એમના ચલણી સિક્કા જેવા ટકેલ્કીર્ણ પ્રમાણભૂત વચનામૃત પરથી સહેજે ભાસ્યમાન થાય છે, અને આપણું કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીનું પ્રત્યક્ષ દર્શન કરાવે છે. અધ્યામ-ગ વિષયને એમને અભ્યાસ કેટલે બધે ઊંડે છે અને આત્મજ્ઞાન-ધ્યાન પ્રત્યેની એમની અભિરુચિ કેવી અદભુત છે, તે તે એમના અધ્યાત્મ-ગ વિષયક ગ્રંથરતને પરથી સ્વયંસિદ્ધ થાય છે, અને આપણને ગિરાજ આનંદઘનજીનું મરણ કરાવે છે. આમ આ મહાત્મા પ્રતિભામાં જાણે સિદ્ધસેન દિવાકરના પુનરવતાર હોય, હાનિક અભ્યાસમાં જાણે લધુ હરિભદ્ર હેય, કૃતજ્ઞાનમાં જાણે બીજા હેમાચાર્યું કે, અધ્યાત્મવિદ્યામાં જાણે આનંદઘનજીના અનુગામી હોય એમ આપણને સહેજે પ્રતિભાસે છે. આ પિતાના મૂછાળા અવતારને-“ફર્ચાલી શારદ'ને દેખી સરસ્વતીને લઈના માથી સંતાઈ જવું પડયું! આ સાચા વ્યાખ્યાવાચસ્પતિ (જગદગુરુ) વાચકવરની વાચા સાંભળી વાચાલ વાચસ્પતિ (ત્રિદયગુરુ) અવાચક થઈ ! વાડમયની . ભૂમિમાં કવિતાસુંદરીને યથેચ્છ નચાવનારા આ કવિની યશીનથી પ્રતિપદીનાં મસ્તક પાળાં ને મુખ કાળાં થયાં! જ્ઞાનીઓના હૃદકાકાશમાં ૧૦ની અધ્યાત્મ જ્ઞાનને
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy