SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ હપ કાળમાં નાનું સરખું શહેર હશે એમ જણાય છે. કારણ કે તેને તાલુકાના મુખ્ય સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. આ પથકમાં કુલ ૧૪૪ ગામ આવેલાં હતાં. આ જ ગામમાં રહી શીલાંકાચા જેન) “આચારાંગ સૂત્ર” ઉપર ટીકા લખી હતી. શીલાંકરાચાર્ય ઈસ્વીસનના આઠમા સૈકામાં થયા હોવાનું માનવામાં આવે છે, એટલે ગાંભૂ ગામ આઠમા સિકા પૂર્વે હતું એમ તે ચોક્કસ જણાય છે. ગુજરાતની રાજધાની અણહિલપુરની સ્થાપના સમયે તે વિદ્યમાન હતું. વનરાજના મહામાત્ય નિનય શેઠને ગાંભુથી ત્યાં બોલાવવામાં આવ્યા હતા એમ “ચંદ્રપ્રભાચરિત્ર”ની અંત્ય પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. ટૂંકમાં ગાંભૂ- સં બૂરા એ ઐતિહાસિક ગામ છે અને આઠમા-નવમા સૈકામાં તે સારી વસ્તી ધરાવતું સમૃદ્ધ ગામ હતું. એટલું જ નહિ, પણ ત્યાં અને તેની આજુબાજુના પ્રદેશમાં જેનોની મોટી વસ્તી હોવાના કારણે જૈન ધર્મને પ્રચાર ત્યાં સારી રીતે ફેલાયે હેવાનું જાણી શકાય છે. સં. ૧૧૪૦ નું કર્ણદેવનું દાનપત્ર આ હકીકતને પૂરવાર કરતું હેઈ ગાંભુ નજદીક આવેલ ટકાવવી હાલના ટાકેડી ગામના શ્રીસુમતિનાથ ભગવાનને (મંદિરને) જમીનને અમુક ભાગ અર્પણ કરવામાં આવ્યો હોવાનું તેમાં જણાવ્યું છે. આ તામ્રપત્રમાં જણાવેલી દાનભૂમિ કનોડા ગામની પૂર્વ સીમામાં આવેલી દેવાની તેમાં નેધ છે. તેમાં કેનેડાનું કાણોદા નામ આપેલું લેવાથી, કનેડાનું પ્રાચીન નામ કદા હતું એમ જાણી શકાય છે. ગંભૂતા અર્થાત ગાંભુ અને કેનેડા બને નજીકમાં જ આવેલાં હાઈ ગાંભૂથી પૂર્વમાં કનેડા આશરે ચાર માઈલ દૂર આવેલું છે. મહેસાણાથી પાટણ જતી રેલ્વે લાઈનમાં બીજું સ્ટેશન થીજ આવે છે. ત્યાંથી પશ્ચિમમાં આશરે ચાર માઈલ દૂર કનોડા ગામ રૂપેણ નદીના કિનારા ઉપર વસેલું છે. “શ્રીસ્થળપ્રકાશમાં તેનું કનકાવતી નામ આપેલ હેઈ, યાજ્ઞિક (જાની) સત્તાવાળા ઔદિચ્ય બ્રાહ્મને મળરાજે દાનમાં આપ્યા તેમાં ઉલ્લેખ છે. “શ્રીસ્થળપ્રકાશ કનકાવતી નામ કનેડાનું સંસ્કૃત નામ વિદ્વાનોએ બતાવ્યું હેવાનું જણાય છે. પરંતુ લકઝશે, અને પ્રજા વર્ગમાં તે તેનું કનોડા કે કાણાદા નામ જ વધુ પ્રચારમાં આવ્યું હતું, એમ તામ્રપત્ર ઉપરથી જાણી શકાય છે. આ દાન લેનારા યાજ્ઞિક (જાનીએ) આજે પણ કનેરિયા જાની તરીકે ઓળ ખાય છે. તેઓનાં કેટલાંયે કુટુંબે પાટણ, અમદાવાદ, સિદ્ધપુર, હળવદ વગેરે ગુજરાતકાઠિયાવાડનાં કેટલાંક ગામમાં અહીંથી જઈ સેંકડે વથા નિવાસ કરી રહ્યાં છે. આજે આ ગામમાં પણ તેઓનાં કેટલાંક ઘરે વિદ્યમાન છે. - આ ગામ મૂળરાજે બ્રાહ્મણને દાનમાં આપ્યું હતું એમ “શ્રીટથળમકાશ' કહે છે. પરંતુ દાનપત્રના આધારે ત્યાં વાણિયાઓની પણ સારી વસ્તી હતી એમ જાવા મળે છે. આગળ ઉલેખ આપે છે તે સેલંકી કર્ણદેવના દાનપત્રમાં, જે કનાડા ગામની ભૂમિજમીનનું દાન આપેલું છે, તેની ચતુરસીમ જણાવતાં આજુબાજુનાં ખેતરો ધરાવતા તેને માલિકેનાં નામે આપ્યો છે. વણિક હરસુખા, વણિક હરવા, વણિક સ્વિય, વણિક ૧. " જમાનાવિધિના વિના. "જ.
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy