SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધસેન, સમન્તભદ્ર, જિનભદ્ર, અકલંક, હરિભદ્ર, વિવાદકે થશેવિજયજી જેવાઓએ જૈન દર્શનના નિરૂપણમાં જે ફાળો આપે છે તે તેમને આવત દાર્શનિક તરીકે ભલે યશ ન અપાવે પરંતુ તેમનાં કાર્યોનું મહત્તવ તેથી કંઈ ઓછું થતું નથી. તેના કારણે વિચાર પણ અહીં શેડ કરી લેવા જોઈએ. ન્યાયદર્શન કે વશેષિકાશને દમૂલક દર્શન છે અને તેને મતે આત્મા જેવા પદાર્થો નિત્ય છે. તેથી વિપરીત વેદાંતમાં અલેદને પ્રાધાન્ય છે. જ્યારે બૌદ્ધ દર્શનમાં બધી જ વરતુઓ ક્ષણિક-અનિત્ય છે. ગૌતમ કે કણાદે ભેદની સ્થાપનામાં જે દલીલ આપી હોય તેનું નિવારણ વેદાન્ત કરવું જ જોઈએ અને નિત્યની સ્થાપનાનું ઉત્થાપન બૌદ્ધોએ કરવું જ જોઈએ. આ પરિસ્થિતિમાં ભારતીય દશામાં પારસ્પરિક ખંડનની પરંપરા ચાલે એ સ્વાભાવિક છે. એથી જ આપણે જોઈએ છીએ કે ન્યાયસૂત્રમાં પોતાના સમય સુધીમાં જાય પરપરા સામે અન્ય પરંપરામાં જે આક્ષેપો થયા હતા તે બધાને ઉત્તર આપવાનો પ્રયત્ન થયો છે અને પિતાની માન્યતાને નવી દલીલથી દઢ કરવામાં આવી છે. ન્યાયસૂત્રકાર પછી જે બૌદ્ધ વિદ્વાને થયા તેમણે ન્યાયસૂત્રની સ્થાપનાને સ્થાપી હતી. તેને ઉત્તર વાત્સ્યાયને આપીને ન્યાયદર્શનને દઢ કરવાનો પ્રયત્ન કર્યો. પણ તેનું ખંડન દિનાથે કર્યું અને બદ્ધપક્ષને સ્થિર કર્યો. આ રીતે ન્યાય અને બૌદ્ધોનું જેમ વાયુદ્ધ થયું છે તેમ બીજા દશનાનું પણ પરસપર યુદ્ધ થયું છે. પ્રત્યેક દર્શનના પ્રમુખ વિદ્વાનનું એ કર્તવ્ય મનાયું છે કે તેણે પિતાના સમય સુધીમાં તે તે દર્શન વિષે જે આક્ષેપ થયા હોય તેનું નિવારણ કરીને નવી દલીલ આપી પિતાના પક્ષને દઢ કર જોઈએ. આથી પિતાના પક્ષને દઢ કરવાનું કાર્ય કોઈ પણ નવી સ્થાપનાથી જરા પણ ઓછા મહત્વનું નથી. એ આપણને સહજમાં સમજાઈ જાય છેઆ વસ્તુસ્થિતિના પ્રકાશમાં વાચક ચવિથજીને જૈન દર્શન અને તે દ્વારા ભારતીય દશામાં જે ફાળો છે તેને જ્યારે વિચાર કરીએ છીએ ત્યાર તેમનું મહત્વ આપણી આગળ ઊપસી આવે છે. આચાર્ય ગણેશે ભારતીય દર્શનમાં નવ્ય ન્યાયની સ્થાપના કરી અને વિચારને વ્યક્ત કરવાની એક ચોકસાઈ ભરેલી પ્રણાલીને આવિભવ કર્યો. ત્યાર પછી બધાં દર્શને એ નવી શૈલીને આશ્રય લે પડ્યો છે. એનું કારણ એક જ છે કે કોઈ પણ વિચારને સ્પષ્ટ અને ચક્કસરૂપમાં મૂકવામાં એ શૈલી જે પ્રકારે સહાયક બને છે તેવી સહાયતા પ્રાચીન પ્રણાલીમાં મળતી ન હતી. આથી શાસકારને પોતાના વિચાર એ શૈલીના આશ્રયે વ્યક્ત કર્યા સિવાય ચાલે તેમ ન હતું. આજ કારણ છે કે વ્યાકરણ અને અલંકાર જેવા વિષયામાં પણ તેને આશ્રય લેવામાં આવ્યા છે. એ પછી તે બધાંય દર્શને તેને આશ્રય લે તેમાં કશી જ નવાઈ ન લેખાય. પરંતુ એ શૈલીના ચાર વર્ષના પ્રચલન છતાં જૈન દર્શનમાં એ શૈલીને પ્રવેશ થા ન હતા. ચાર સાડાચાર વર્ષના એ વિકાસથી જન દર્શન અને જૈન ધર્મ સંબંધી સમસ્ત સાહિત્ય સાવ વંચિત હતું. ભારતીય સાહિત્યના બધા ક્ષેત્રે એ શૈલીને પ્રવેશ થયે છતાં પણ જૈન સાહિત્યમાં એ ન પ્રવેશી તેમાં જૈના
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy