________________
પ્રથમ ]
પૂર્વસેવા !
૨૨
સહુથી પ્રથમ આરાધ્ય સ્થાન માતાપિતાનું છે. તે પંડિત માણસ પણ મજમતિ છે કે જે તેમની સાથે અનાદરભાવથી વતે છે. એ માણસ ધર્મગુરુની ચરણભકિત પણ શું કરશે ! જેનું મૂળ મજબૂત નથી તે વૃક્ષ શું વધવાનું હતું!
માતાપિતા મહાન ઉપકારી તરીકે પ્રસિદ્ધ છે. તેમની ભક્તિ એ પ્રથમ કર્તવ્ય છે. તે માણસે મહાકુલ છે કે જેઓ તેમને સતાપમાં બળતાં મૂકી ધર્મસાધન કરવાની આકાંક્ષા રાખે છે.
વૃદ્ધની સેવા, વડીલેની સેવા, ગુરુઓની સેવા, ગ્લાનની સેવા અને દુખીની સેવા એ કલ્યાણુપ્રાપ્તિને મહાન માર્ગ છે. સેવા એ મુખ્ય મનુષ્યધર્મ છે.
જેઓ પક્ષપાતરહિત છે, જેઓ શુદ્ધ તત્વજ્ઞાનથી વિભૂષિત છે, જેઓ મહાવ્રતની સાધનવિધિમાં નિશ્ચલ છે અને જેઓ શાન્ત, ગબ્બીર, ધીર તેમજ સંગવિમુક્ત છે એવા વિરક્ત ધર્મપ્રકાશક સન્તા ગુરુ છે,