________________
પ્રારા ]
पूर्वसेवा ।
ચાશપથ પર આરોહણ કરવું જે દુષ્કર ન હોય તે ત્રણ જગમાં કંઈએ દુષ્કર નથી. ચાગની ભૂમિ પર આરોહણ માટે આ આદિ ઉપાય બતાવવામાં આવે છે.
ગુરુઓની ભક્તિ, પરમાત્માની ઉપાસના, આચારશુદ્ધિ, તપ, અને મોક્ષ વિષે અષ વૃત્તિ આટલી બાબતે ‘પૂર્વસેવા ના નામથી બતાવવામાં આવી છે.
પિતા, માતા, વિદ્યગુરૂ અને તેમના જ્ઞાતીય વડેરા તથા ધર્મપ્રકાશક સાધુ અને એ બધા ગુરુવર્ગમાં ગણાયા છે.
આ ગુરુવને સદા નમન કરવું. એમને માટે ચિત્તમાં બહુમાન રાખવું. એમની સમક્ષ ઉચિત વિનયાચરણ રાખવું. એમના વિષેના અવર્ણવાદન સાંભળવા.