________________
आत्मनागृतिः।
- ૫૩
સ્વાચ્ય, દ્ધિ, બુદ્ધિ અને કીર્તિ એ બધું જેના પ્રભાવે મેળવી સુખની મઝા ભોગવી રહ્યો છે, તે જ ધર્મ તરફ બેદરકારી રખાય એ ઠીક નથી.
લેકે ધર્મનાં ફળ ચાહે છે, પણ ધર્મસાધનમાં સાવર બનતા નથી. પાપનું ફળ કેઈ ચાહેતું નથી, પણ પાપ આચરવામાં જગત કેટલું મસ્ત છે !
આંબાનાં ફળ ઇષ્ટ હોય તે તેનું રક્ષણું કરવું જ જોઈએ. એજ પ્રમાણે સુખની પ્રાપ્તિ માટે ધર્મરક્ષણ કર્તવ્ય છે, જે, અજ્ઞ જન કરતા નથી.
૫૯ સુખનું મૂળ ધર્મ છે. મૂળ કપાતાં ફલપ્રાપ્તિ કેવી! મને હડસેલીને સુખ ભોગવવું એ ખરેખર જે શાખા પર બેસવું તે જ શાખાને કાપવા બરાબર છે.