________________
કામ ]
આત્મજાગૃતિ
કરીની સુગન્ધ પર લુબ્ધ થયું છે ચિત્ત જેનું એ મૃગ કરી–નિમિત્તે દોડાદોડ કરે છે, પણ નથી જાણતા કે એ વસ્તુ એના ઉદરમાં જ વિદ્યમાન છે, તેમ પ્રાણ સુખ માટે આમતેમ ફાંફાં મારે છે, પણ નથી જાતે કે એને આત્મા પોતે જ અનન્ત આનન્દમય છે.
પ્રભાતકાલમાં, મધ્યાહ્નકાલમાં અને સાયંકાલમાં વસ્તુઓના વિસદશ પરિણામ સ્પષ્ટ દશ્યમાન છે. ક્ષણભંગુર સંસારમાં આસ્થા જ્યાં !
સંસારવાસમાં વસતા પ્રાણિ-જગતને આ તમામ સમ્બન્ધ ઔપાયિક છે. અરે સમ્બન્ધ જે સ્વભાવસિદ્ધ છે તે ચૈતન્યસ્વરૂપ છે. તેની ઉપેક્ષા કેમ કરે છે?
જ
અધ્યાત્મદષ્ટિએ વિચારીએ તે શ્રી કની, પુત્ર કેને, મિત્ર કેને, માબાપ કેના, અહીંથી એકલાએ જ જવાનું છે. સાથે આવવામાં ફક્ત પુણ્ય ને પાય જ.