________________
प्रकरणम् ]
अन्तिम उद्गारः ।
૨૬૧
૨૧
માક્ષ માટે ન કઈ ખાસ “કર્મકાંડ ચોક્કસ કરેલ છે, તેમજ ન કઈ ખાસ સમ્પ્રદાય” ચોકકસ કરેલ છે. મોક્ષપ્રાપ્તિનું મૂળ વાસ્તવમાં સમભાવમાં રહેલું છે. એજ શિને આદેશ છે.
કષાયહનનની પ્રવૃત્તિમાં જેઓ ઉદ્યમશીલ છે અને ચારિત્રસંશોધનમાં દત્તચિત્ત છે તે મહાનુભાવ કેઈ પણ સમ્પ્રદાયમાંના હાય, અવશ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે.
૩ ધમનું પરમાર્થ તત્વ સમભાવવૃત્તિ છે એમ સર્વ સન્તનું કહેવું છે. એમાં જે કોઈ પ્રયત્નશીલ થશે તે માક્ષને પામશે એ સન્દહ વગરની વાત છે. અતએ ધર્માન્તર તરફ વૈમનસ્ય રાખવું ચોગ્ય નથી.
ર૪ જગતમાં જ્ઞાનની શાખાઓ તે ભિન્નભિન્ન છે પણ ચારિત્રનું તત્ર તે સર્વત્ર એક જ પ્રકારનું છે. અને એજ (ચારિત્ર) જ્ઞાનનું ફળ છે, એજ જ્ઞાન વડે મેળવવાનું છે, એજ જ્ઞાનનો સાર છે અને એ જ કર્તવ્ય છે, જે મુદ્દાની વાત છે તેમાં બધાને એક સરખો ઝાક છે. પછી અન્ય ધર્મ તરફ વિષમભાવ રાખ કેમ ચાગ્ય ગણાય? સર્વધર્મસમભાવ એ એક મહાન ગુણ છે. અને તે ન વિસર જોઈએ.