________________
( ૨૧ )
આ આપણુ' ધ્યેય છે, સાધ્ય છે, એ આપણે સમજીએ. અને એને સારુ સહુથી પહેલાં સ્વાધ્યાયની જરૂર છે. સ્વાધ્યાય (સ્વ–અધ્યાય)ના ખરા અર્થ આત્માનું અધ્યયન થાય છે. આત્મશુદ્ધિસાધક વાચન એજ સર્વોત્તમ અને ક્લ્યાણકારક વાચન છે. એનાથી મન પર બહુ સુન્દર અસર થાય છે. એથી ચિત્તના કુસસ્કારી, મનની મલિન વૃત્તિ પર બહુ ફટકા પડે છે. એથી આત્મામાં શાન્તિ પથરાય છે. આધ્યાત્મિક વાચન આગળના સત્પુરુષોએ મહેાળા પ્રમાણમાં પૂરૂ પાડયું છે. પણ એ મહાન વિષયનુ જેટલું પરિશીલન કરાય તેટલુ ઓછુ છે. જુદી જુદી રીતે પણ તેનું જેટલું અનુશીલન થાય તેટલુ કલ્યાણુ છે. આ ગ્રન્થનું સર્જન પણ એ જ અભિપ્રાયથી થયું છે. આત્મહિતૈષી ઉપદેશક કે લેખક પાપદેશની શૈલીથી પણ ખરી રીતે પોતાનેજ ઉપદેશ કરે છે. મારી પણુ અહીં એજ સ્થિતિ છે. અને એ વાતનો ઉલ્લેખ ગ્રન્થસમાસિના વ્લોકમાં સ્ફુટ છે.
આધ્યાત્મિક વિષય વૈરાગ્યપ્રધાન વિષય છે. એમાં લાછલ વૈરાગ્ય-રસ ભર્યાં હોય છે. શગ, દ્વેષ, માહ એજ સ'સારના સર્વે દુઃખની જ છે. આધ્યાત્મિક સાહિત્યનાં સર્જન તેના પર કાપ મૂકવા માટે જ થાય છે અતએવ તેના મુખ્ય વિષય આત્મશાન્તિના પાઠ ભણાવવાના હોય છે. એ કેમ અને ? રાગ, દ્વેષ, માહની ભીષણતાને વાસ્તવિક ખ્યાલ આપ્યા વગર આત્મશાન્તિના પાઠ કેમ ભણાય ? સંસારની અસારતા, વિષએની નિર્ગુ ણુતા, ભાગાની ભયંકરતા, કામની કુટિલતા, શરીરની
4