________________
( ૯ )
માંગે છે, માણસની માનસિક કટ્ટરતા ગમે તેટલી હાય, પણ આફતના વખતમાં તેમાં જરૂર ફેર પડે છે. અને મરણની નામત એ તે ગંભીરમાં ગભીર પરિસ્થિતિ. એ વખતે તે કટ્ટર નાસ્તિકની નાસ્તિકતા પણ ગળી જાય છે. અને દુઃખના પજામાંથી છુટવા માટે કાને વિનવવે, કાનુ શરણુ લેવુ એની શોધમાં એનું હૃદય અત્યન્ત વ્યાકુળપણે ફર્યાં કરે છે.
આત્મા, પુનર્જન્મ કે ઇશ્વરતુ' અસ્તિત્વ સ્વીકારવામાં ન આવે, પુણ્ય-પાયને કલ્પનાસભૂત મિથ્યા સમજવામાં આવે તે આધ્યાત્મિક જગતમાં કેર વરતાઈ જાય; એવી અરાજકતા ફેલાય કે જેની હદ નહિ. એવા વિચાર કરતાંની સાથે જ કે આત્મા નથી, ઇશ્વર નથી” હૃદયની તમામ પ્રસન્નતા લૂટાઇ જાય છે અને નૈરાશ્યના વિષમ સમુદ્ર તેની પર ફરી વળે છે.
આત્મા, કર્મ (પુણ્ય પાપ), પુનર્જન્મ, મેક્ષ અને ઇશ્વર એ પચક એવુ છે કે એકને માનતાં ખીજાપણુ એની સાથે આવી જાય છે. અર્થાત્ એકને સ્વીકારતાં પાંચે સ્વીકારાઇ જાય છે અને એકને ઉડાડતાં પાંચે ઉડી જાય છે. આત્માના સ્વીકાર થયા કે પુનઃજન્મના સ્વીકાર થઈ જ ગયે. અતએવ પુણ્ય-પાપ પણ સાથે આવી જ ગયાં. આત્માની પૂર્ણ શુદ્ધિ એજ મેાક્ષ. એટલે સાક્ષના સ્વીકાર પણ આત્માની સાથે જ આવી જાય. અને મેાક્ષ એજ ઇશ્વરત્વ. અર્થાત્ પરમ શુદ્ધ આત્મા એજ પરમાત્મા અને એજ ઇશ્વર. એટલે ઈશ્વરવાદ પણ આત્મવાદમાં જ આવી જાય છે.