________________
(૧૮) છે આ રીતે તેનું દૃષ્ટિસામ્ય ષિાય છે અને તેને વિશ્વપ્રેમ ખૂબ વિકસે છે. દેશ, જાતિ, વર્ણ કે સમ્પ્રદાયના ભેદે વચ્ચે પણ તેનું દષ્ટિસામ્ય અબાધિત રહે છે. તે સમજે છે કે, મર્યા પછી આગામી જન્મમાં હું કયાં, કઈ ભૂમિ પર, કયા વર્ણમાં, કઈ જાતિમાં, કયા સ...હાયમાં, કઈ સ્થિતિમાં અને કઈ પંક્તિના વર્ગમાં પેદા થઈશ તેનું શું કહી શકાય. માટે કેઈ કેશ, જાતિ, વર્ણ કે સમ્પ્રદાયના તેમજ ગરીબ કે ઉતરતી પંક્તિના ગણાતા માણસ સાથે અસદુભાવ રાખવે કે દ્વેષ કરે એ વ્યાજબી નથી. આમ, આત્મવાદના સિદ્ધાન્તથી નિષ્પન્ન થતા દૃષ્ટિસંસ્કારના પરિણામે આમવાલી કે પરોકવાદી કોઈ પ્રાણી સાથે વિષમભાવ ન રાખતાં “રિસાદ
મયિ” ના મહાન આદેશને પિતાના જીવનમાં ઉતારે છે અને એમ કરી વિશ્વકલ્યાણના સાધન સાથે પિતાના આત્મહિતના સાધનને વણી નાંખે છે.
અનેક તાર્કિક મનુષ્યોને ઇવર અને આત્માના સંબધમાં સન્દ રહે છે. પણ જ્યારે તેમના પર આફત આવે છે અથવા તેઓ ભયંકર વ્યાધિના શિકાર બને છે, ત્યારે તેમનું હૃદય એકદમ નરમ પડી જાય છે. તે વખતે તેમની સઘળી તાળ વિંખાઈ જાય છે અને ઈશ્વરની
સ્કૃતિ તેમના હૃદયપટ પર સહેજે અંકિત થઈ જાય છે. તેઓ ઈશ્વર તરફ ઝુકે છે, તેને સ્મરે છે અને તેની આગળ પિતાની કાયરતા, દુર્બલતા, અસહાયતા અને પાપપરાયણતા વારંવાર પ્રગટ કરી પોતાની સંપૂર્ણ ભીરુતા જાહેર કરે છે. અને ભક્તિપૂર્ણ ભાવથી તેનું શરણ