________________
प्रकरणम् ]
अष्टाङ्गयोग ।
સત્સંગતિ જે દુધરૂપ ઘામને શમાવવામાં વિપુલ જલધર સમાન છે અને દુરાચરણરય વૃક્ષને કાપવામાં તીપણુ કુઠારતુલ્ય છે તે આ દષ્ટિમાં આત્માન્નતિના સાધન તરીકે પ્રાપ્ત થાય છે,
છેલ્લા પુલપરાવર્સમાં આ કલ્યાણરૂપ દષ્ટિ ભાગ્યવાન પ્રાપ્ત કરે છે. આન્તરિક મલને હાસ થતાં આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. ઉગ્ર મલ હેાય ત્યાં સત શું સમજાય?
“ગ્રન્થિ”—ભેદનું કાર્ય જેને નજીકમાં થવાનું છે એવા ચેતનને છેલલા વ્યથાપ્રવૃત્તિકરણમાં આ પ્રથમ દષ્ટિનું) જીવન પ્રાપ્ત થાય છે. અતએ છેલ્લું વ્યથાપ્રવૃત્તિકરણ
અપૂર્વકરણની નજીકમાં હોવાથી, એને રસ્તે સરળ કરી દેનાર હોવાથી અપૂર્વકરણ” તરીકે કહેવાય છે.
જિનાગમમાં ચૌદ ગુણસ્થાનું પ્રતિપાદન કર્યું છે. તેમાં પહેલું ગુણસ્થાન આ પ્રથમ દૃષ્ટિમાં આવતાં પ્રાપ્ત થાય છે. શાસ્ત્રમાં તે સંબધી જે અન્ય કથન કર્યું છે તે સામાન્ય પ્રકારે છે.