________________
કામ ] અણીચોર
૬૫ ગૃહસ્થાવસ્થામાં રહેવું અને સંપૂર્ણ અપરિગ્રહ સ્થિતિ ભાગવવી એ ન બની શકે તેવી બાબત છે. માટે ગૃહસ્થ રીતસર પરિગ્રહનું પરિમાણ કરે. પરિમાણવ્રતથી પણ ગૃહસ્થ તૃણુના વેગને પિતાના કાબૂમાં લેવા સમર્થ થઈ શકે છે. .
પરિગ્રહપ્રવાહની અમર્યાદિત સ્થિતિમાં તૃષ્ણાને વેગ બહુ જોરથી વધે છે. અને એથી માણસ, સમુદ્રમાં નૌકા ડૂબી જાય તેમ સંસારમાં ડૂબી જાય છે.
Fe
પરિગ્રહના વ્યાસંગને વશ થયેલ પ્રાણીની એ દશા થાય છે કે વિષયરૂપ ચારે તેને લુટે છે, કામરૂપ અને તેને બાળે છે અને કષાયરૂપ શિકારીઓ તેને ચારે બાજુથી રી લે છે.
આશા પાપની વેલડી છે, દુઃખની ખાણ છે અને દેષપરમ્પરાની જનની છે. જ્યાં ચન્દ્ર અને સૂર્યનાં કિરણો નથી જઈ શકતાં ત્યાં પણ આશાની ઊર્મિઓ પહોંચે છે.