________________
અવળા ]
अष्टाङ्गयोगः।
૧૭ ક્રોધ, લોભ આદિ વિકારને વશ થઈ બીજાને દુખ અપાય ત્યાં હિંસાને દેવ છે, પરંતુ શુભાશયસમ્પાદિત પરોપકારમયી સત્યવૃત્તિ (જેવી કે ઓપરેશન અને એવી બીજી) આચરતાં દુઃખ પહેચાડાય ત્યાં હિંસાને દેષ લાગુ પડતું નથી.
અહિંસા પ્રત્યે સાવધાની ન રાખવી, ઉપચાગ ન રાખવા એ પણ હિંસા છે. કલ્યાણને અભિલાષી દરેક કાર્યમાં ઉપગ રાખી યતના (જયણા)-પરાયણ રહે.
સપૂર્ણ અહિંસાનું મહાવ્રત પાળવામાં અસમર્થ ગૃહસ્થ નિરપરાધી ત્રસ (સ્થૂલ) પ્રાણુઓની ઈરાદાપૂર્વક હિંસા ન કરે. આટલું અહિંસા વ્રત આરાધવાની તે તેની ફરજ છે.
સકલ વિશ્વના અધીશ્વરાનાં નમ્ર મસ્તકાથી વન્દિત સત્ય મહાવ્રત એ પરમ ચેત છે, એ મહતી વિભૂતિ છે, એ શ્રેષ્ઠ સૌભાગ્ય છે અને એ ઉત્કૃષ્ટ મહત્તવ છે.