________________
પૂર્વસેવા
૩૭ વિવેકરૂપ નેત્ર જેમનું લુપ્ત થયું છે તે માણસે સંસારના ભેગમાં અદ્વિતીય સુખ માની રહ્યા છે. એવા માક્ષને વડે એ બનવા જોગ છે. પરંતુ જ્ઞાનીની દ્રષ્ટિમાં એવાઓ દયાભાજન છે.
૩૮ સ્વાદિષ્ટ ભોજન, મધુર પાન, મનહર વસ્ત્રાલકારનાં પ્રશોભન, યત્ર-તત્ર યથેષ્ટ પર્યટન, મિત્રોષ્ઠી અને રમણને ચાગ
એવાં અનેક પ્રકારનાં સુખ સંસારમાં અનુભવાય છે. એવાં સુખ માસમાં કયાં? આવા પ્રકારના ઝેરના લાડવા કુત્સિત મતિના વિદ્વાને અજ્ઞ જનતામાં ફેલાવે છે.
૪૦
સંસારના ભેળામાં જે સુખ અનુભવાય છે તે વાસ્તવમાં દુઃખ છે. કેમકે તે કર્મભનિત છે, ક્ષણભંગુર છે, દુઃખમિશ્રિત છે અને તુચ્છ છે.