________________
૩૪ નામ મુરજીભાઈ જન્મ વર્ષ વિક્રમીય સંવત ૧૯૭૦ બાર વર્ષની વયે પાલીતાણું બ્રહ્મચર્યાશ્રમમાં અધ્યયન માટે જવાનું થયું.
ધાર્મિક અધ્યયને જન્માક્તરીય સંસ્કારોને પ્રકટ કર્યા. વિરાગ્યવૃત્તિ સતેજ બની. સાથે સાથે જીવનને નવા સંદર્ભમાં દેખવાની/મૂલવવાની દષ્ટિ સાંપડી.
ઊડે, ઊંડે આવા પ્રવાહો વહી રહ્યા હતા ત્યારે....તરસી ધરતી પર પહેલા વરસાદના ટીપાં પડે તેમ, મહાન ગુરુને સમાગમ થયો... આપણા યુગના શ્રેષ્ઠતમ યોગિપુરુષે પૈકીના એક પૂજયપાદ આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજા (તે વખતે પંન્યાસ પદ વડે વિભૂષિત)ને સમાગમ થતાં મુરજીભાઈની આરાધકવૃત્તિ પ્રબળ બની ગઈ. “સંયમ કબ હું મિલેની ભાવના રગરગમાં પ્રસરી ગઈ. ગુરુદેવના સાન્નિધ્યમાં બે વર્ષ રહ્યા. સ્વજનોને પણ સમજાયું કે, આપણું ઘરનું રત્ન હવે આપણું નહિ, શાસનનું થશે. “અમ ઘરનું રતન તમને સેપ્યું, ગુરુજી!”નાં ગીત ગૂંજવા લાગ્યા
વિક્રમ સંવત ૧૯૮૮ના માગશર સુદ પાંચમના દિવસે મુરજીભાઈ ગુરુ ચરણેમાં સમર્પિત થયા. મુરજીભાઈ જનકવિજય મહારાજ બન્યા. ભરયુવાનીમાં એગ ભણું પદાર્પણ......! ભેગના કળણમાં ખુંપાવાના સમયે ગની દિશા તરફ પ્રસ્થાન કરી દીધું આ મહાપુરુષે.
સંયમના પેગોમાં ઓતપ્રોત બની ગયા પૂજ્યશ્રી. સંસ્કૃત પ્રાકૃત ભાષાના સારા અભ્યાસી બન્યા તેઓ. સાંપ્રત વિષ પર તેઓ અવસરે અવસરે કલમ પણ ચલાવતા રહ્યા. “સાંવત્સરિક પર્વ વિધિ વિચારણા આદિ પુસ્તિકાઓ આજે પણ તેમની તલસ્પર્શી વિદ્વત્તાને પરિચય આપી રહી છે...
કાળચક વહુઘેલ્યુ ચાલી રહ્યું છે. ૧૯૮૮ અને ૧૯૮૯ના ચાતુર્માસ રાધનપુરમાં ઘયાં. પૂજ્ય ગુરુદેવશ્રીની સાથે. ૧૯૯૦નું ચાતુર્માસ જુનાડીસામાં. ૧૯૯૧ જાવાલમાં ચાતુર્માસાથે રહ્યા. ૧૯૯૨માં પાટણ અને ૧૯૯૩માં રાધનપુર-૧૯૪માં ઉંબરી.