________________
આદશ સંયમી જીવનના સ્વામી પૂજ્ય જનકવિજયજી મહારાજ
પારદશ વિદત્તા અને અજોડ ગુરુસમર્પિતતાનો સરવાળો એક એવા મુનિવનું નિર્માણ કરે છે, જેને જોતાં વેંત શિર અનાયાસ ઝુકી રહે.
પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતિ ભગવાને “પ્રશમરતિ પ્રકરણ ગ્રન્યમાં આપેલ મુનિજીવનનું શબ્દચિત્ર આવા કો” મહાત્માના દર્શને જીવંત-બોલકું થઈ ઊઠે છે. પૂજ્યપાદ, વિદ્વદર મુનિરાજ શ્રી જનકવિજયજી મહારાજ આવા સંયમિજીવનના સ્વામી હતા. સંયમના રોગોથી ઓતપ્રોત જીવનના સ્વામી. “સંયમ રાત્મત્મા, નિરતર વ્યાકૃતઃ કાર્યની પૂર્વધરીય શીખને જીવનમાં વણી ચૂકેલા વેગિ પુરુષ
તેઓશ્રીની જન્મભૂમિ મનફરા (કચ્છ) વિદ્યાભૂમિ પાલીતાણા (બ્રહ્મચર્યાશ્રમ). દીક્ષાભૂમિ અમદાવાદ (હઠીભાઈની વાડી).
વ્યાપ કરતાં ઊંડાઈનું મહત્વ ઘણું રહેતું હોય છે. ફક્ત આઠ વર્ષના દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીએ જે ઉંડાણ પ્રાપ્ત કર્યું હતું તે જોતાં આપણને થઈ આવે કે જન્માક્તરીય સંસ્કાર સિવાય આ સિદ્ધિ શી રીતે પ્રાપ્ત થઈ શકે? “તેલેશ્યા વિવૃદ્વિર્યા, સાધેઃ પર્યાયવૃદ્વિતઃની શાઅભાખી વાતનુ અનુભવાત્મક ઉદાહરણ આપવા જ તેઓ આવી ગયા હતા કે શું ? પવિત્ર ભગવતી સત્રમાં કહ્યું છે કે, મુનિનું સંયમિજીવન જેમ જેમ આગળ વધે તેમ તેની દીપ્તિ વધતી જાય. એજ વધતું જાય. ચિત્ત-પ્રસન્નતા બહાર કાતિ રૂપે, અવર્ણનીય આભા રૂપે નીખરી આવે. પૂજ્યશ્રીનું જીવન આ વાતની જીવંત પ્રતીતિરૂપ હતું.
- ૧૮ વર્ષ ગૃહસ્થપણામાં પસાર થઈ ગયા. માતાનું નામ જમનાબહેન પિતાનું નામ કરમસીભાઈ અને એમના આ લાડલાનું
૫