________________
૩૫
હોંકારવિજય મહારાજ સમય વીતતો જાય છે. વિદ્વત્તાની સાથે ત્યાગ, વૈરાગ્ય પ્રબળ બનતાં જાય છે. પૂજ્ય જનકવિજ્ય મહારાજના નાના ભાઈ હતા ઘેલાભાઈ. પૂજ્યશ્રીના સમાગમથી તેમની વૈરાગ્યવૃત્તિ પણ મુખરિત બની.
૧૯૫ (વિક્રમીય)ને માગસર વદ પાંચમના દિવસે ઘેલાભાઈએ દીક્ષા લીધી. તેમનું નામ પાડવામાં આવ્યુ મુનિરાજશ્રી હકારવિજયજી મહારાજ. ચૌદ વર્ષની વયે તેમની દીક્ષા થઈ દીક્ષાભૂમિ ઉબરી. તેઓ પણ મેધાવી હતા. અભ્યાસ વગેરે કરી તૈયાર થયા અને શાસનને જ્યારે પોતાની સેવા સમપીં શકે તેમ હતા ત્યારે જ વિ. સં ૨૦૦૫ ના મહા શુદિ ૧૨ના દિવસે માત્ર ૨૪ વર્ષની વયે સ્વર્ગવાસી થયા.
પૂજ્ય અરવિન્દવિજયજી મહારાજ વિ. સં. ૧૯૯૬માં પૂજ્ય જનકવિજયજી મહારાજ પિતાની જન્મ ભૂમિએ પધાર્યા. દીક્ષા બાદ પહેલી જ વખત તેઓ પધારી રહ્યા હતા [૧લ્પમાં સિરમાં પૂ. પં. શ્રી ચરણવિજયજી મહારાજની નિશ્રામાં ચાતુર્માસ કર્યા બાદ આ ચાતુર્માસમાં તેઓશ્રીએ કલ્પસૂત્ર તથા મહાનિશિથ સૂત્રના ગદ્વહન કરેલા.]
જન્મભૂમિ મનફરામાં તેઓશ્રી બે રન લેવા માટે આવ્યા હતા. મુમુક્ષુ અમૃતભાઈ તથા મુલજીભાઈને દીક્ષા આપવાની હતી.
મને બળ જેનું શ્રેષ્ઠ કેટિનું હતું એ આ મહાપુરુષનું શરીર મનફરા આવતાં સહેજ લથડ્યું. ડબલ ન્યુમોનીયા થઈ ગયો. ઉપચાર ચાલુ હતા. પણ રોગ મચક આપતા ન હતા.
એવામાં મહા શુદિ દશમને દિવસ આવ્યો અમૃતભાઈ અને મુલજીભાઈને ભાગવતી દીક્ષા પ્રદાન કરવાને શુભ દિવસ.
પૂજ્યશ્રી જનકવિજયજી મહારાજનું શરીર અસ્વસ્થ હતું; પણ મને બળ ખૂબ મક્કમ હતું. તાવની અંદર સેકાઈ રહેલા શરીરે દીક્ષાની વિધિ ખૂબ આનન્દપૂર્વક કરાવી.