________________
૨૯. શેમાં માનવીય જીવનની સાર્થકતા ચારિત્રના સ્વીકારમાં છે. પણ ચારિત્રના સ્વીકારમાં આંખની આ તકલીફ બાધક નહિ થાય? સંયમ–અંગીકરણની ભાવનાએ આંખે સતેજ બની ગઈ. અને, વિ. સં. ૧૯૨૫ના વૈશાખ સુદ ૩ ના દિવસે તેઓ જિનશાસનના શણગાર સમા અણુગાર બન્યા.
મનફરાના આ મહાપુરુષને શ્રી મનફરા સંઘ પર ઘણે ઉપકાર છે. મનફરાના દહેરાસરના ખાતમુહૂર્ત પ્રસંગ પર વિ. સં. ૧૯૬૪માં પધારેલ. ત્યારબાદ વિ. સં. ૧૯૬૬માં પ્રતિષ્ઠા મહોત્સવ તેઓશ્રીની નિશ્રામાં ઉજવાયો. એ પછી વિ. સં. ૧૯૭૨ અને ૧૯૭૬માં પણ પૂજ્યશ્રી મનફરા પધારેલા.
પૂજ્યશ્રીની સંયમ-સાધના ચોથા આરાના મહાન સંયમીએની ઝાંખી કરાવતી હતી. તેઓશ્રી વિ. સં. ૧૯૮૦માં પલાંસવા ગામે કાળધર્મ પામ્યા.
ઉપકારીઓની ઉપકાર સ્મૃતિ પૂજ્ય કનકસૂરિ મહારાજા
કરછ વાગડ દેશમાં ધાર્મિક જાગૃતિના પગરણ પાડનાર દાદા જિતવિજયજી મહારાજની પરંપરામાં પૂજ્ય આચાર્યદેવશ્રી કનકસૂરિ મહારાજ થયા.
જન્મઃ ૧૩૯ પલાંસવા, દીક્ષા ભીમાસર ૧૯૬૨, પંન્યાસપદઃ ૧૯૭૬, પાલીતાણે આચાર્યપદઃ અમદાવાદ, ૧૯૮૯
મનફરાની ધરતી પર તેમના પાવન પગલાં વિ. સં ૧૯૮૦ માં થયા, જ્યારે તેઓશ્રી દાદા જિતવિજય મહારાજની ચરણ પાદુકાની પ્રતિષ્ઠા પર પધારેલ.
ત્યારબાદ વિ. સં. ૨૦૧૬માં પૂજ્ય સાધવીજ ચેતનશ્રીજીના એક હજાર આયંબિલના પારણા પરના મહોત્સવ પર પધારેલા. વિ, સં. ૨૦૧લ્માં ભચાઉમાં તેઓશ્રીને કાળધર્મ થયા.