________________
ઈતહાસ સર્જક પળે.....
(પ્રકાશકીય નિવેદન)
કેટલીક ઘટનાઓ અવિસ્મરણીય બની જતી હોય છે, પળો ઈતિહાસને જન્મ આપનારી બની જાય છે............
આવું જ બન્યું અમારે આંગણે
વિ. સં. ૨૦૩૭ના ચાતુર્માસમાં પૂજ્યપાદ, શાસનપ્રભાવક આચાર્ય ભગવંત શ્રીમદવિજયકારસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી પૂજ્યપાદ મુનિરાજ શ્રી અરવિન્દવિજયજી મહારાજ સાહેબ, પૂજ્યપાદ મુનિરાજ શ્રી જિનચન્દ્રવિજયજી મહારાજ સાહેબ, તથા પૂજ્યપાદ મુનિરાજ શ્રી મુનિચન્દ્રવિજયજી મહારાજ સાહેબ અમારા ગામે પધારતાં શ્રી સંઘમાં તપશ્ચય/અનુષ્ઠાન આદિ દ્વારા અનુપમ આરાધના થઈ. - પૂજ્યપાદ વિદ્રઢ મૃદુભાષી મુનિરાજ શ્રી અરવિન્ડવિજયજી મહારાજ સાહેબ દીક્ષા પછી ૪૦ વર્ષ પહેલી વાર સંસારી વતનમાં ચાતુર્માસ કરતાં હોઈ ખુબ ઉલ્લાસ અને ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ચાતુર્માસિક આરાધના સંપન્ન થઈ.
પૂજયપાદશીની પ્રેરણાથી શ્રી સાથે વ્યાકરણ શાસ્ત્ર અને ઈતિહાસ પર વેધક પ્રકાશ ફેલાવતા ગ્રંથરત્ન “દ્વયાશ્રય મહાકાવ્યમ' ને પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો. તદનુસાર આ ગ્રન્થ આજે પ્રકાશિત થઈ રહ્યો છે.
અભ્યાસી વર્ગના કરકમળમાં પ્રસ્તુત ગ્રંથરત્ન સમર્પતા આજે અમે અત્યન્ત આનંદ અનુભવીએ છીએ.
-શ્રી મનફરા જૈન શ્વે, મૂ. સંઘ
મનફરા (કચ્છ)