________________
પ્રાસ્તા વિ કમ્
--
h<s
પ્રસ્તુત ગ્રન્થ ઈ. સન ૧૯૧૫ અને ત્યારબાદ એમ બે ભાગમાં મુંબઈથી બેખે સંસ્કૃત એન્ડ પ્રાકૃત સીરીઝમાં ક્રમાંક ૬૯ રૂપે પ્રકાશિત થયેલ. એનું સંપાદન શ્રી અબજી વિષ્ણુ કાથવટેએ કરેલ. પ્રથમ ભાગમાં ૧-૧૦ સગ, દ્વિતીય ભાગ ૧૧–૨૦ સગ છે.
ઘણાં વર્ષોથી અપ્રાપ્ય બનેલ આ ગ્રથને ફરી સંશોધિત સંપાદિત કરી પ્રકાશિત કરવા વિચારેલું. અને તે માટે પાટણના શ્રી હેમચન્દ્રાચાર્ય જ્ઞાનભંડારમાંથી તાડપત્રીય પ્રતા મેળવી ૧૧ સર્ગ સુધી પાઠાંતરો નેધ્યા.
પરંતુ, અનુભવે જણાયું કે, તાડપત્રીય પ્રતમાં જે પાઠભેદે મળી રહ્યા હતા તે પૈકીને મોટો ભાગ શ્રી કાથવટેએ સંપાદિત કરેલ સંસ્કરણની પાદને ધમાં હતાં. જ ઉક્ત સંસ્કરણનું મુદ્રણ અને શુદ્ધિ પણ સંતોષકારક હતા. એટલે, આ ગ્રંથ ઝડપથી પ્રસિદ્ધ થઈ શકે એ માટે ફેટે ઝેરોકસ પદ્ધતિથી એનું પુનર્મુદ્રણ કરાયું છે. પુનર્મુદ્રણના કાર્યમાં શ્રી મોહનલાલ જમનાદાસભાઈએ સારે સહકાર આપ્યો છે.
શ્રી મનફરા સંઘે પ્રસ્તુત ગ્રન્થના પ્રકાશન દ્વારા અપૂર્વ લાભ લીધો છે.પ્રભાવક ચાતુર્માસની સ્મૃતિરૂપે આવા ગ્રન્થ પ્રકાશિત કરવાની પરંપરા આવકારદાયક છે. વિ.સં. ૨૦૩૯ ચત્ર સુદ ૧૩ | પ્રભુશ્રી મહાવીર સ્વામી જન્મકલ્યાણક દિન
–મુનિ મુનિચંદ્રવિજય તા. ૨૫-૪-૧૯૮૩ વીરમગામ