________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમજી શકાય છે કે ગુણવત્તા એ જ ધર્મ છે. ગુણવત્તાને સંક્ષિપ્ત નિર્દેશ સત્ય, સંયમ અને સેવા. આ ધર્મની જ સાધનામાં જીવનની કૃતાર્થતા છે અને હમેશાને માટેની, મરણેત્તર અનન્ત જીવન માટેની કલ્યાણસિદ્ધિ છે.
5
5
થી
મારી ઉમ્મર સત્તોતેર વર્ષની છે, દીક્ષા અડ્ડાવન વર્ષની થઈ ચૂકી છે. મેં દેશાટન (પદયાત્રા) ઘણું કર્યું છે. કાશીનિવાસ અને બંગાલયાત્રા કરી છે, મહારાષ્ટ્રમાં વિહર્યો છું..
ગુરુ (પૂજ્યપાદ શ્રી વિજ્યધર્મસૂરિજી મહારાજ)ના અવસાન પછી હું મેટે ભાગે એકાકી વિહ છું; અને હવે છેલ્લાં છએક વર્ષથી માંડલમાં સ્થિર થઈ બેઠે છું; અને માંડલના જેને મારી સેવા-ભક્તિમાં જે તત્પરતા દાખવે છે તે માટે મને પરમ સતેષ છે.
મને એકલતા પચી ગઈ છે અને બાહ્ય વ્યાસંગ પરથી ઉદાસીનતા આવી છે. શરીર વૃદ્ધ તથા રોગા છતાં મારા મન પર શાતિ અને સન્તોષ વતે છે. ખરેખર આ ભગવાનની કૃપા સમજું છું.
For Private and Personal Use Only