________________
નદીસૂત્ર
૧૧૭ મને પાછી સોંપજો. ઉપરું પ્રમાણેની આજ્ઞા મળતા જ ગામના લે ચિતિત બન્યા. જે તેને સારું સારું ખાવાનું આપશું તો નિશ્ચયથી તેનું વજન વધશે અને જો તેને ભૂખી રાખશું તો ચોક્કસ તેનું વજન ઘટશે. શું કરવુ? આ જટીલ સમસ્યાને પાર પાડવા માટે ઘણો વિચાર કર્યો પરંતુ કોઈ ઉપાયન સૂઝયો. ત્યારે તેઓએ રોહકને બોલાવ્યો અને કહ્યું-વત્સ ! તમે પ્રતિભા સંપન્ન છે. પહેલા પણ તમેજ અમને રાજદંડથી બચાવ્યા હતા. અત્યારે પણ મઝધારમાં પડેલી નૈયાના કર્ણધાર તમેજ છે. રેહંકને તેઓએ રાજાની આજ્ઞા કહી સંભળાવી.
હકે પિતાની તીવ્ર બુદ્ધિથી એ માર્ગ કાઢો કે એક પક્ષ તે શું પણ અનેક પક્ષ વ્યતીત થવા છતાં પણ બકરી તેટલા વજનની રહી શકે કે જેટલા વજનની આજે છે. તેને આ ઉપાય છે. એક બાજુ બકરીનેસ સરિ ખોરાક આપતા રહેવું અને બીજી બાજુ તેની સામે પાંજરામાં પૂરેલ વાઘને રાખવે. જેથી તે ભયભીત બની રહે.' આ પ્રમાણે યુક્તિ અજમાવી. ત્યાર પછી ભજનની પર્યાપ્ત માત્રાએ અને વાઘનાં ભયે બકરીનું વજન ન વધ્યું કે ન ઘટયું. એક પશ્ન પછી તે બકરી જેટલા વજનની હતી તેટલાજ વજનની રાજાને પાછી મોકલાવી રાજાની પ્રસન્નતામાં વધારો થયો ! [૪] કકડે- થોડા દિવસ પછી રાજાએ રેહકની બુદિધની પરીક્ષા નિમિત્તે, લડતા ન આવતુ હોય તેવા એક કુકડાને મોકલાવ્યો અને હુકમ કર્યો કે બીજા કુકડા વગર તેને લડાકુ બનાવીને પાછો મોકલે રાજાની આવી આજ્ઞા સાંભળી ગામવાસીઓ ફરી રોહક પાસે આવ્યા સવાત સાંભળી રાહકે એક સ્વચ૭, મજબૂત અને મોટો અરીસે મંગાવ્યો રેજ દિવસમાં ચાર-પાંચ વાર તે કુકડાને અરીસા સામે રાખતે અરીસામાં પડતા પિતાના પ્રતિબિંબને પિતાને પ્રતિદ્વન્દી માની તે કુકડે યુધ્ધ કરવા લાગતે, કારણ કે પ્રાયઃ પશુ-પક્ષીનું જ્ઞાન વિવેક પૂર્વક હેતુ નથી .આ રીતે બીજા કુકડાના અભાવમાં પણ પેલા કુકડાને લડતો જોઈ લોકે હકના વખાણ કરવા લાગ્યા ત્યાર પછી તે કુકડાને “રાજકુકુટ બનાવી રાજાને સોપી દીધો અને કહ્યું- મહારાજ ! અન્ય કુકડાના અભાવમાં પણ આને લડાકુ બનાવી દીધો છે રાજાએ તેની પરીક્ષા કરી તે અત્યંત પ્રસન્ન થયો.
[૫] તલ – કોઈ એક દિવસ રાજાને રોહકની બુદ્ધિની પરીક્ષા કરવાની પુન ઈચ્છા થઈ રાજાએ ગ્રામવાસીઓને બોલાવ્યા અને કહ્યું- ગણતરી કર્યા વગર, તમારી સામે જે તલનો ઢગલો પડ્યો છે તેમાં તલની સંખ્યા બતાવે જવાબ આપવામાં વિલંબ ન થાય તે યાદ રાખવું. આ સાંભળી બધા કિં કર્તવ્યમૂઢ બની રેહક પાસે આવ્યા રાજાજ્ઞાની સર્વ વાત કરી. તેને ઉત્તર આપતા રેહકે કહ્યુ- “તમે રાજા પાસેજ કહેજે કે રાજન્ ! અમે ગણિત શાસ્ત્રી નથી છતા પણ તમારી આજ્ઞાને શિરોધાર્ય કરીને તલના ઢગલાના તલની સ ખ્યા ઉપમાથી બતાવીએ છીએ આ નગરની બરાબર ઉપર આકાશમાં જેટલા તારા છે તેટલાજ આ ઢગલામા તલ છે ” ગ્રામવાસીઓ હર્ષિત બની ગયા અને હકના કહેવા મુજબ રાજાને જવાબ આપી દીધો
' 1 રેતી – અન્ય કોઈ દિવસે હકની પરીક્ષા કરવા રાજાએ ગ્રામીણે લોકોને આદેશ આપ્યો કે તમારા ગામની પાસે શ્રેષ્ઠ રેતી છે તે રેતીની એક દેરી બનાવી મને મેલાવો’– લોકોએ રેહક પાસે જઈ કહ્યું કે રાજાએ રેતીની દોરી મંગાવી છે પણ રેતીની દોરી કેવી રીતે બનાવવી ? હવે અમારે શું કરવું ? રેહકે પિતાના બુદ્ધિબળથી રાજાને જવાબ મોકલાવ્યો કે “અમે બધા નટ છીએ નૃત્યકલા અને વાસપર નાચવાનુ જ જાણીએ છીએ. ધારી બનાવવાને ધ ધ જાણતા નથી પરંતુ તમારા