SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ નંદસૂત્ર ના : - 4પી વજીસ્વામી – અવન્તી દેશમાં તુંબવન નામનું સન્નિવેશ હતું. ત્યાં એક ધનીક શેઠ રહેતો હતે. તેના પુત્રનું નામ ધનગિરિ હતું તેના લગ્ન ધનપાલ શેઠની સુપુત્રી સુનંદા સ થે થયા. લગ્ન પછી થોડા જ દિવસમાં ધનગિરિ દીક્ષા લેવા તૈયાર થયા પરંતુ તે સમયે તેની સ્ત્રીએ રોકી દીધો. છેડા સમય પછી દેવકથી એવીને એક પુણ્યવાન જીવ સુનંદાની કુક્ષિમાં આવ્યો. ધનગિરિએ સુનંદાને કહ્યું– “આ ભાવી પુત્ર તારે જીવ્રને આધાર બનશે, તેથી મને આજ્ઞા આપે. ધનગિરિની ઉત્કૃષ્ટ ધર્મભાવના જેઈ સુનંદાએ દીક્ષાની આજ્ઞા આપી. આજ્ઞા મળવાપર ધનગિરિએ આચાર્ય સિંહગિરિની પાસે દીક્ષા ગ્રહણ કરી: જેની પાસે સુનંદાના ભાઈ આર્યસમિતે પહેલેથીજ દીક્ષા લીધી હતી. . • 2'* * ! .] * નવ માસ પૂર્ણ થવાપર સુનંદાએ એક પુણ્યશાળી પુત્રને જન્મ આપે. જે સમયે બાળકને જન્મોત્સવ ઉજવાતું હતું તે સમયે કોઈ સ્ત્રીએ કહ્યું- “જે આ બાળકના પિતાએ દીક્ષા લીધી ન હોત તે સારુ શ્રત. બાળક ઘણે મેધાવી હતે સ્ત્રીને વચન સાંભળી તે વિચારવા લાગ્યું કે- “મારા પિતાએ દીક્ષા લીધી છે. હવે મારે શું કરવું ?ચિંતન, મનન કરતાં બાળકને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું તે વિચારવા લાગ્યો કે એવો કોઈ ઉપાય કરવું જોઈએ કે જેથી હું સાસરિક બંધનોથી મુકત થઈ જાઉં. તથા માતાને પણ વૈરાગ્ય થાય અને તે પણ આ બંધનેથી છૂટે. આમ વિચારી બાળકે રાત દિવસ રવાનું શરૂ કર્યું. માતાએ બાળકને છાનો રાખવા અનેક પ્રયત્ન કર્યા પરંતુ નિષ્ફળતા મળી. માતા તેનાથી દુખી થઈ ગઈ. . આ બાજુ ગ્રામાનુગામ વિચરણ કરતા આચાર્ય સિંહગિરી પુન તુંબવનમાં પધાર્યા. ભિક્ષાનો સમય થવાપર ગુરુની આજ્ઞા લઈ ધનગિરિ અને આર્યસમિત નગરમાં જવા તૈયાર થયા. તે સમયના શુભ શુકને જોઈને ગુરુએ શિષ્યને કહ્યું- “ આજ તમને મહાન લાભ થશે, તેથી સચિત્ત-અચિત્ત જે પણ ભિક્ષામાં મળે તેને ગ્રડણ કરી લેજો” ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરીને મુનિયુગલ નગરમાં ચાલ્યા ગયા સુનંદા તે સમયે પોતાની સખીઓની સાથે બેસી બાળકને શાત રાખવાનો પ્રયત્ન કરતી હતી તજ સમયે બન્ને મુનિ ત્યા પધાર્યા. મુનિઓને જોઈ સુનંદાએ ધનગિરિ ને કહ્યું – “આજ સુધી આ બાળકની રક્ષા હુ કરતી હતી. હવે તમે સંભાળ અને રક્ષા કરો.” આ સાંભળી મુનિ ધનગિરિ પાત્ર કાઢી ઉભા રહ્યા અને સુનંદાએ બાળકને પાત્રમાં વહરાવી દીધો શ્રાવક-શ્રાવિકાઓની હાજરીમાં મુનિએ બાળકને ગ્રહુણ કયે અને બાળકે રેવાનું બંધ કર્યું. બાળકને લઈ બને ગુરુ પાસે ગયા વજનદાર ઝોળી લઈને આવતા શિષ્યોને જોઈ ગુરુ બોલ્યા- “આ વૃજી સમાન વજનદાર શુ લાવ્યા છે?” ધનગિરિએ પ્રાપ્ત ભિક્ષા ગુરુ સમક્ષ રાખી દીધી. અત્યંત તેજસ્વી અને પ્રતિભાશાળી બાળકને જોઈ ગુરુ ઘણા હર્ષ પામ્યા અને બોલ્યા- “આ બાળક શાસનને આધારસ્તંભ બનશે, તેનું નામ વજા રાખ્યું .. - ત્યાર પછી પાલન–પિષણ માટે તે બાળક સંઘને સોંપી, આચાર્યો વિહાર કર્યો. બાળક વધવા લાગ્યા થડા દિવસ પછી સુન દા પોતાના પુત્રને પાછો લાવવા ગઈ. પરંતુ સાથે “આ બીજાની થાપણ છે” એમ કહી બાળક- વજને આપવાની ના પાડી. * કોઈ સમયે આચાર્ય સિગિરિ શિષ્યો સહિત ફરીવાર ત્યાં પધાર્યા. આચાર્ય પધાર્યા છે, તેની 4ણ થતા સુનંદા બાળકને લેવા ગઈ આચાચે દેવાની ના પાડી તે તે રાજા પાસે ગઈ અને પિતાને પત્ર
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy