________________
નંદીસૂત્ર
૧૦૫ સુભાષિત છે” આમ કહેવાપર રાજાએ પતિજીને ૧૦૮ સુવર્ણમુદ્રાઓ આપી. વરરૂચિ હર્ષિત થતો ઘરે ચાલ્યા ગયા વરરૂચિના ગયા પછી મત્રીએ રાજાને પુછયુ- “આજે તમે મહોરે શા માટે આપી ?” રાજાએ કહ્યું- “તે જ નવીન લોકો બનાવી લાવે છે અને આજે તમે પ્રશંસા કરી તેથી મેં ઈનામ રૂપે મહોરે આપી.” શકાળે રાજાને કહ્યું- “મહારાજ તે તો લોકમાં પ્રચલિત જુના લોકો જ તમને સ ભળાવે છે રાજાએ પૂછ્યું– આ તમે કેવી રીતે કહો છે મંત્રી બોલ્યા–“સત્ય કહું છું. જે લેક વરરુચિ સંભળાવે છે તે તેને મારી કન્યાઓ પણ જાણે છે. જે તમને વિશ્વાસ ન હોયતો કાલેજ વરરુચિ એ સભળાવેલ કે મારી કન્યાઓ સંભળાવશે ” રાજાએ આ વાત સ્વીકારી. બીજે દિવસે પોતાની કન્યાઓને સાથે લઈ મંત્રી રાજસભામાં આવ્યા અને કન્યાઓને પડદા પાછળ બેસાડી વરચિએ ૧૦૮ કલેક સભળાવ્યા. ત્યારપછી મંત્રીની મટકન્યા સામે આવીને વરરુચિએ સંભળાવેલ કે સભળાવી દીધા. આ સાંભળી રાજા વરરુચિ પર ગુસ્સે થઈ ગયે અને તેને રાજસભામાંથી કાઢી મૂક્યો.
- વરરુચિ ઘણો ખિન્ન થયો અને તેણે શકટાળને અપમાનિત કરવાનો નિર્ણય કર્યો લાકડાનું એક પાટીયુ લઈ ગગાકિનારે ગયો. તેણે પાટીયાનો એક છેડે પાણીમાં નાંખે અને બીજે છેડે બહાર રાખે. રાત્રે તે ૧૦૮ સોનામહોર ભરેલી થેલીને પાણીમાં રહેલ પાટીયાના છેડા પર રાખી દેતો. સવારે તે બહાર રહેલા છેડા પર બેસી ગગાની સ્તુતિ કરવા લાગે સ્તુતિ પૂર્ણ થવા પર પાટિયાને દબાવ્યુ તેથી થેલી બહાર આવી ગઈ થેલી બતાવતા તેણે લેકેને કહ્યું – “રાજા મને ઈનામ ન આપે તો શું, ગંગા તે મને પ્રસન્ન થઈ આપે છે ” આમ કહીને ત્યાંથી ચાલ્યો ગયે લેકે વરરુચિ ના આ કાર્યથી આશ્ચર્ય પામ્યા. જ્યારે શકટાળને આ વાતની ખબર પડી તો તેણે શોધ કરી રહસ્ય જાણી લીધું
જનતા વરરુચિના આ કાર્યથી તેની પ્રશંસા કરવા લાગી અને ધીરે ધીરે આ વાત રાજા સુધી પહોંચી. રાજાએ શકટાળને પૂછયું તે મંત્રીએ કહ્યું કે આ બધા વરરુચિને ઢગ છે તેનાથી તે લોકોને ભ્રમમાં નાખે છે સાંભળેલી વાત પર એકદમ વિશ્વાસ કરવો ન જોઈએ રાજાએ કહ્યું-ઠીક છે, કાલે સ્વય ગંગાકિનારે જઈને જેવું જોઈએ મત્રીએ વાતને સ્વીકાર કર્યો.
ઘરે જઈને મત્રીએ પિતાના વિશ્વાસુ સેવકને બોલાવ્યો અને કહ્યું – “આજે ગગાને કિનારે છૂપાઈને બેસ જે. રાત્રે વરચિ અાવી થેલી મૂકીને જાય છે તેને ઉઠાવી મને આપી જજે ” સેવકે તે પ્રમાણે કર્યું સવારે વરરુચિ આવીને પાટીયાપર બેસી સ્તુતિ કરવા લાગ્યો રાજા અને મ ત્રી ત્યાં આવ્યા. સ્તુતિ પૂર્ણ થવા પર પાટીયાને દબાવ્યુ પણ થેલી બડાર ન આવી. એટલે શકટાળે કહ્યું – “પંડિતરાજ ! પાણીમા શુ જે છે તમારી થેલી તો મારી પાસે છે.” આમ કહી થેલી બધાને બતાવી અને તેનું રહસ્ય લેકોને જણાવ્યું માયાવી, કપટી એવા એવા શબ્દોથી બધા લોકો વરરુચિની નિંદા કરવા લાગ્યા. વરચિ લજજા પામે અને બદલે લેવા મત્રીના છિદ્ર જેવા લાગ્યો. ઘેડા સમય પછી મત્રી પિતાના પુત્ર શ્રિયના લગ્નની તૈયારી માટે પડી ગયો મત્રી લગ્ન નિમિત્તે રાજાને ભેટ ધરવા શસાસ બનાવવા લાગ્યા વરરુચિને આ વાતની ખબર પડી સુઅવસર જાણ વરરુચિએ બદલો લેવાની ઇચ્છાથી શિષ્યોને નિમ્નલિખિત લેક મોઢે કરાવ્યા.
" तं न विजाणेइ लोओ, जं सकडालो करिस्सइ ।
नन्दराउं मारेवि करि, सिरियर्ड रज्जे ठवेस्सइ ।।" અર્થાત્-- જનતા જાણતી નથી કે શકટાળમત્રી શું કરી રહ્યો છે ? તે રાજા નદને મારી પુત્ર શ્રિયક ને રાજા બનાવવા ઈચ્છે છે, આ લોક કઠસ્થ કરાવી નગરમાં પ્રચાર કરવાની આજ્ઞા આપી રાજાએ પણ