SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ નદીસૂત્ર નિમિત્ત શાસ્ત્રના અભ્યાસ કરતા કરતા તેની બુદ્ધિ તીણ થઈ ગઈ, ત્યારે બીજા શિષ્યની બધી પ્રવૃત્તિ તેનાથી વિરૂદ્ધ હતી. એકદા તે બને ગુરુની આજ્ઞાથી બીજે ગામ જઈ રહ્યા હતા. રસ્તામાં તેઓએ મોટા મોટા પગલા જોયા. પગલાને જોઈને વિચારશીલ, વિનયવાન શિષ્ય પિતાના ગુરુમ ઈને પૂછયું- આ પગલા કેના છે ? ઉત્તરમાં તે બે “મિત્રવર ! આ કાંઈ પૂછવા જેવી વાત છે? આ તે સ્પષ્ટજ હાથીના પગલા છે. વિનીતશિષ્ય કહ્યું– ભાઈ એમ ન કહો આ પગલા હાથણીના છે, તે હાથણું ડાબી આંખે કાણું છે, તેના પર કઈ રાશું સવાર થઈ છે તેમજ તે સધવા છે, ગર્ભવતી છે અને આ કાલમાં જ પ્રસવ થવાના છે. તેને પુત્રને લાભ થશે.” આમ કહેવાપર અવિનીત શિષ્ય – તમે એમ કયા આધારે કહી રહયા છે? વિનયી બે - એ તને આગળ જઈને પ્રત્યક્ષથી સ્પષ્ટ થઈ જશે. આ પ્રમાણે વાત કરતાં બન્ને નિર્દિષ્ટ ગામમાં પહોંચી ગયા. તેઓ એ ગામની બહાર મોટા સરોવરને કિનારે રાણીને મોટો પડાવ છે. ત્યાં ડાબી આખે કાણું એક હાથણી જોઈ. તે સમયે કેઈ દાસી એ આવીને મંત્રીને કહ્યું કે મહારાજને વધાઈ આપે, રાણીએ પુત્રને જન્મ આપે છે. આ બધું જોઈને વિનીત શિવે બીજાને કહ્યું તે દાસીના વચન સાંભળ્યા? તે બોલ્ય- મેં બધુ સાંભળી લીધું, તમારૂ જ્ઞાન અન્યથા નથી ત્યાર પછી બન્ને હાથ પગ ધોઈ તળાવને કિનારે વટ વૃક્ષની નીચે વિશ્રામ લેવા બેસી ગયા. તે સમયે એક વૃદ્ધા માથા પર પાણીને ઘડે રાખીને તેમની સામે આવી. આ બને ને જોઈને તેને વિચાર્યું– આ સારા વિદ્વાનો જણાય છે તે શા માટે મારા વિદેશગત પુત્ર વિષે પૂછી ન લઉ “એમ વિચારી પશ્ન કરવા આવે છે ત્યાં માથા ઉપરથી ભરેલ ઘડે પડી ગયે અને ઠીકરામાં પરિણત થઈ ગયે. તે સમયે અવિનીત બેલી ઉક્યો–વૃદ્ધા! તારે પુત્ર પણ ઘડાની માફક મૃત્યુ પામી ગયેલ છે. આ સાંભળી વિનયી છે . મિત્ર ! આ પ્રમાણે ન બેલે પરંતુ એમ બોલો કે તમારે પુત્ર ઘેર આવી ગયો છે અરે ! વૃદ્ધ માતા! ઘેરે જાઓ અને તમારા પુત્રનું મુખ જુઓ” આ સાંભળી વદ્ધા પુનઃજીવિતની જેમ વિનયીને સતશઃ આર્શીવાદ આપતી પિતાના ઘેર ગઈ. ઘેર જઈને ધૂળથી ખરડાયેલ પગવાળા પિતાના પુત્રને માતાના ચરણમાં પ્રણામ કર્યા. અને મા એ તેને આશિવાદ આપ્યા તથા નૈમિત્તિકની વાત સંભળાવી. પુત્રને પૂછીને વિદ્વાએ કેટલાક રૂપિયાને વસ યુગલ તે વિનયી શિષ્યને ભેટ રૂપ અર્પણ કર્યા. અવિનીત આ બધુ જોઈને દુઃખી થઈને મનમાં વિચારવા લાગ્ય- નિશ્ચયથી ગુરુએ મને સારી રીતે ભણાવ્યો નથી. અન્યથા મને પણ આવું જ્ઞાન પ્રાપ્ત થાત. ગુરુનું કાર્ય કરીને બને ગુરુ પાસે પાછા ગયા વિનયીએ ગુરુને જોતાંજ અંજલી કરી મસ્તક નમાવી, બહુમાન પૂર્વક આનંદાશ્રુ ઓથી ભરેલ નેત્રથી ગુરુના પાદારવિન્દોમાં પોતાનું મસ્તક રાખીને નમસ્કાર કર્યો જ્યારે બીજો વિચિત માત્ર પણ ન નખે. અભિમાનની અગ્નિના ધૂવાડાને અંદર ને અંદર ધારણ કરેલ, પત્થરના સ્તષ્ણની માફક એક તરફ ઉ રહ્યો. ત્યારે ગુરૂએ અવિનીતને કહ્યું- અરે ! તું આમ શા માટે ઉભે છે? બેલ્યા- “મહારાજ ! તમે જેને સારી રીતે ભણાવ્યો છે તે તમારા ચરણમાં નમશે હું નહિ” ત્યારે ગુરુએ કહ્યું- શું તને સારી રીતે નથી ભણ? “ત્યારે તેને પુક્ત સર્વકથન ગુરૂને કહી દીધું ત્યારે ગુરુએ વિનયીને પુછયું-વત્સ? તે આ સ્વી રીતે જાણ્યું?” ત્યારે વિનયી શિષ્ય કહ્યું- તે તમારા ચર ના પ્રતાપે વિચાર કર્યો કે આ
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy