________________
નદીસૂત્ર પર ચઢ્યો ચઢીને તેને પાર કરવા લાગ્યા. સરલ મિત્રે માયાવીને કહ્યું – મિત્ર! તારા આ બન્ને પુત્રો છે એટલે તને પ્યાર કરે છે. માયાવી આ જોઈ કહેવા લાગ્ય= મનુષ્ય વાંદરા કેમ બની શકે? મિત્ર બો – જે સુવર્ણ કેયલા બની શકે છે, તે છેકરા પણ વાદરા બની શકે છે. ત્યારે માયાવી વિચારવા લાગ્યો અને મારી ચાલાકીની ખબર પડી ગઈ છે, જે વધારે બોલીશ તે રાજાને ખબર પડી જશે અને તે મને પકડી લેશે. ત્યાર પછી માયાવીએ યથાતથ્ય સારી ઘટના મિત્રને કહી દીધી અને ધનને અધે ભાગ આપી દીધો. પેલા મિત્રે પણ પુત્રોને બોલાવી તેને સેપી દીધા. આ સરલ મિત્રની ઔત્પતિકા બુદ્ધિનું ઉદાહરણ છે.
[૨૪] શિક્ષા-ધનુર્વેદઃ- કોઈ એક માણસ ધનુર્વિદ્યામાં કુશળ હતો બ્રમણ કરતાં એકવાર તે કેઈસમૃદ્ધ નગરમાં પહોંચ્યા, ત્યાંના ધનિક પુત્રોને એકઠાકરી ધનુર્વિદ્યા શીખવાડતો હતો, તેથી વિદ્યાર્થીઓએ કલાચાર્યને શિક્ષાના બદલામાં ઘણું ધન ભેટ આપ્યું. જ્યારે તેમના વડીલોને આ ખબર પડી ત્યારે તેઓ ચિંતિત બન્યા તેઓએ વિચાર્યું કે જ્યારે તે ધન લઈ પાછો ફરે ત્યારે મારીને ધન પડાવી લેવું. તેમની આ વાતની શિક્ષકને ખબર પડી ગઈ
આ ખબર પડ્યા પછી તેને ગ્રામાન્તર માં રહેતા પિતાના ભાઈઓને સમાચાર મોકલ્યા કે “અમુક રાત્રે હું નદીમાં છાણ પ્રવાહિત કરીશ, તમે તેને લઈ લેજે” તેઓએ પણ તે વાતને સ્વીકાર કરી જવાબ મોકલી દીધો. પશ્ચાત્ શિક્ષકે દ્રવ્ય નિશ્ચિત છાણના છાણુ બનાવ્યા. અને તડકામાં સારી રીતે સૂકવી નાખ્યા પછી ધનિક પુત્રોને કહ્યું કે અમારા કુળમાં એવી પરંપરા છેકે જે સમયે શિક્ષાને કાર્યક્રમ પૂર્ણ થઈ જાય ત્યારપછી અમુકતિથિ કે પર્વમાં સ્નાન કરીને મંત્રના ઉચ્ચારણ પૂર્વક સૂકા છાણુ નદીમાં પ્રવાહિત કરાય છે. તેથી અમુક રાતે આ કાર્યક્રમ થશે, કુમારેએ ગુરુની આ વાત સ્વીકારી લીધી. પછી નિશ્ચિત રીતે કુમારની સાથે સ્નાન પૂર્વક મંત્રોચ્ચારણ કરતાં બધા છાણા નદીમાં વિસર્જિત કરી દીધા. અને ઘરે પાછા ફર્યા. તે છાણ તેના બે ધુઓએ કાઢી લીધા. કેટલાક દિવસ પછી ધનિક પુત્રોને તેમના સગાઓની વિદાય લઈને ફક્ત, પહેરેલે વચ્ચે, બધાને પોતાની જાત બતાવી કલાચાર્ય ત્યાંથી ચાલ્યા ગયા. વડીલોએ જોયું કે તેની પાસે કોઈ નથી તેથી મારવાને વિચાર છેડી દીધે આ કલાચાર્યની
ત્પત્તિકી બુદ્ધિનું ઉદાહરણ છે. આ રિપી અર્થશાસ્ત્ર-નીતિશાસ્ત્ર - એક વ્યાપારીની બે પત્નીઓ હતી. એકને પુત્ર હતું બીજી વળ્યા હતી પરંતુ બન્ને સ્ત્રીઓ પુત્રનું નિર્વિશેષ પાલન કરતી. તેથી બાળકને ખબર ન હતી કે મારી માતા કેણ છે ? વાણી પોતાની પત્નીઓ અને બાળક સાથે ભગવાન સુમતિનાથની જન્મભૂમિના પહોંચી ગયે. ત્યાં પહોંચવા પર વાણીયાનું મૃત્યુ થઈ ગયુ તેના મૃત્યુ પછી બન્ને સ્ત્રીઓમાં બાળક અને ગૃહ સંપતિ માટે ઝગડા થવા લાગ્યા. બન્ને સ્ત્રીઓ બાળક પર પિતાને અધિકાર જમાવી ગૃહસ્વામિની બનવા ઈચ્છતી હતી. આ ઝગડે રાજદરબારમાં ગયે. પણ નિર્ણય ન થઈ શકયો. ભગવાન સુમતિનાથની ગર્ભવતી માતાને વિવાહની ખબર પડી. માતા સુમંગલાએ અને સ્ત્રીઓને પોતાની પાસે બોલાવી અને કહ્યું “થોડા દિવસ પછી મારા ઘરે પુત્રને જન્મ થશે તે મોટો થઈને અશેક વૃક્ષ નીચે બેસી તમારે ઝગડો દૂર કરશે. ત્યાં સુધી તમે અહીં નિવાસ કરે.” આ સાંભળીને જેને પુત્ર ન હતું તે વિચારવા લાગી– “ચાલો આટલે સમય અહીં રહીને આનંદ કરી એ પછી જે થશે તે જોઈ લેવાશે” વધ્યાએ સુમંગલાની વાત સ્વીકારી લીધી. તેનાથી રાણીએ જાણી લીધું કે આ બાળકની માતા નથી અને તેને તિરસ્કૃત કરી કાઢી મૂકી. બાળકને તેની માતાને પી ગૃહસ્વામિની બનાવી આ માતા સુમંગલાની ઔત્પત્તિથી બુદ્ધિનું ઉદાહરણ છે. . .