________________
૮૧૩
તે-દુકાનના માલિકે, તેજે રાતે વનમાં પોતાની કન્યાને વિવાહ એક નાકર સાથે થયે જેફ બીજે દિવસે શેઠ જ્યારે પિતાની દુકાન પર આવ્યો ત્યારે શ્રેણિકના પુણ્ય પ્રભાવથી પહેલાને સંચિત - કરેલ માલ, જેને કોઈ ભાવ પણ પૂછતા ન હતા, ઉંચા ભાવથી વહેંચાણે અને શેઠને ઘરે લાભ થશે, આ લાભને જોતા શેઠના મગજમાં વિર્ચર આવ્યો કે આ મહાન લાભ આ દુકાનમાં મારી પાસે બેઠેલી આ વ્યકિતના પુણ્યથી જ થયે છે, અન્ય કઈ કારણ નથી, આ વ્યક્તિભાગ્યશાળી, સુદર અને તેજસ્વી છે.
' શેઠ વિચારવા લાગ્યો કે ફાત્રિમાં જે રત્નાકર સાથે પિતાની કન્યાના લગ્નનું સ્વપ્ન જોયું હ તે આજ રત્નાકર હોવું જોઈએ, અન્ય કેઈનહિ. ત્યારે શેઠે પાસે બેઠલા શ્રેણિકને હાથ જોડી વિન તાથી પ્રાર્થના કરી-આર્યગ્નેહાનુભાગ ! આપ કોના ઘરમાં અતિથિ બની આવ્યા છો? શ્રેણિકે પ્રિય અને કોમળ શબ્દોમાં જવાબ આપ્ય– શ્રીમાની હું તમારાજ અતિથિ છુ. આ પ્રમાણે મન ઉત્તર સાંભળી શેઠનું હૃદયકમળ ખીલી ઉઠયુ. પ્રસન્નતા પૂર્વક શેઠ તેને પિતાને ઘેર લઈ ગયે અને સારામાં સારા વસ્ત્ર તથા ભેજનાદિથી તેને સત્કાર કર્યો. શ્રેણિક ત્યાં આનદપૂર્વક રહેવા લાગ્યું. તેના પુણ્યથી શેઠની ધનસંપત્તિ, વ્યાપાર અને પ્રતિષ્ઠા દિવસે દિવસે વધતી ગઈ. આ રીતે ઘણા દિવસો વ્યતીત થઈ ગયા શ્રેણિક પિતાની કન્યાને યોગ્ય વર છે એમ જાણી શુભ દિવસે, તે સાથે વિવાહ કરી દીધું. શ્રેણિકે શ્વસુરગૃહમાં પિતાની પત્ની નંદા સાથે ઈન્દ્ર-ઈન્દ્રાણી સદશ ગૃહસ્થ સંબંધી ભેગનું આસ્વદેન કરવા લાગ્યો. કેટલાક સમય પછી નન્દાદેવી ગર્ભવતી બની અને યથાવિધિ ગર્ભનું પાલન કરવા લાગી.
આ બાજુ રાજકુમાર શ્રેણિકના ખબર આપ્યા વિના ચાલ્યા જવાથી રાજા પ્રસેનક્તિ ઘણું ચિંતાતુર રહેતા હતા. તેઓએ ઘણી શોધ કરી પર તુ સફળતા ન મળી. અંતે ઘણું સમય પછી લોકોની શ્રુતિ પરંપરાથી શેઠની પ્રસિદ્ધિ સાંભળી અને સાથે સાથે શ્રેણિકના સમાચાર મળતાં શ્રોતાના સૈનિકોને શ્રેણિકને બોલાવવા મોકલ્યા. તેઓએ ત્યાં જઈને પ્રાર્થના કરી– મહારાજા પ્રસેનજિત “તમાંરા વિગથી ઘણું દુખી છે, માટે જલ્દી રાજગૃહમાં પધારે શ્રેણિકે રાજપુરુષેની વાતને સ્વીકાર કર્યો. પોતાની પત્ની નંદાને પૂછી પિતાને પરિચય લખી રાજગૃહ તરફ પ્રસ્થાન કરી દીધુ . - ૩
નદાના ગર્ભમાં આવેલ જીવના પુણ્ય પ્રભાવથી નંદને હાથ પર સવાર થઈને લોકોને ધનદાન આપીને અભયદાન આપવાને દેહદ થયો. નંદાએ આ ભવના પિતાના પિતાને કહી, પિતાએ રાજાને પ્રાર્થના કરી પુત્રીને દેહદ પૂર્ણ કર્યો. સમય પૂર્ણ થવા પર પુત્ર ઉત્પન્ન થયે. તેનું અભયકુમાર નામ રાખ્યું તે સુકુમાર બાળક નંદનવનના કલ્પવૃક્ષની જેમ સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્ય, સમય આવવા પર તેને પાઠશાળામાં મુકવામાં આવ્યો અને યથાસમય તે શાસ્ત્ર તથા અન્ય કલાઓમાં પારંગત થયે
અકસ્માત્ એક દિવસ અભયકુમારે પોતાની માતાને પુછ્યું- માં ! મારા પિતાજી કોણ છે અને કયાં રહે છે ? બાળકને આ પ્રશ્ન સાંભળી માતાએ સર્વ વૃત્તાન્ત કહી સંભળાવ્યુ અને પિતાને લખેલ પરિચય પણ બતાવ્યો. બાળકે જાણી લીધું કે તેના પિતા રાજગૃહ નગરના શ્રેણિક છે. ત્યારપછી અભયકુમાર માતા સાથે રાજગૃહ તરફ ચાલી નીકળ્યા. રાજગૃહ બહાર માતાને રાખી અભયકુમારે રાજગૃહ નગરમાં પ્રવેશ કર્યો. નગરમાં પ્રવેશતા જ એક નિર્જન કૂવાની ચારે બાજુ લોકેની ભીડ જામેલી જોઈ અભયકુમારે ત્યાં જઈને પુછ્યું કે આટલા બધા માણસે શામાટે એકઠા થયા છે ? લોકેએ કહ્યું “સૂકા (ખાલી) કુવામા રાજાની સેનાની વીંટી પડી ગઈ છે, રાજાએ ઘેષણ કરી છે કે ” જે વ્યક્તિ કૂવાને કાઠે ઉભી રહી પિતાના હાથથીજ વીંટી કાઢી આપશે તેને ઈનામ આપીશ” આ પ્રમાણે સાંભળતાં